તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણ પાલિકાના 36 સદસ્યોને નોટિસ.. તમારા દરેકથી 60 હજાર કેમ ન વસૂલવા?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ વઢવાણ નગરપાલિકામાં થયેલા કથીત ભ્રષ્ટાચાર - નિયમ વિરૂધ્ધના કામને કારણે ભાજપના અંદરો અંદર જ ખેંચતાણ હોવાનું કહેવામાં આવે છે. ત્યારે અગાઉ નગરપાલિકામાં મંજુરી વગર કરવામાં આવેલા વિકાસના કામોના નાણાં ચૂકવવાનો મામલો નગર નિયોજકમાં પહોંચ્યો હતો. આથી પાલિકાના 36 સભ્યોને નોટીસ ફટકારીને રૂ.22 લાખ વસૂલ કેમ ન કરવા તેવી નોટીસ ફટકારવામાં આવતા પાલિકામાં દોડધામ મચી છે.
વહીવટી મંજૂરી લીધા વિના વિકાસના કામ માત્ર જનરલ બોડીમાં પસાર કર્યા

વઢવાણ પાલિકામાં ભાજપના શાસનમાં કેટલાક સદસ્યોએ મીલી ભગતથી કરેલા ભ્રષ્ટાચારની વિગતો રાજકીય વર્તુળોમાં ચચાર્નો વિષય બની ગયો હતો. અગાઉ પણ આ મામલે ગાંધીનગરથી સદસ્યોને તેડા આવી ચૂકયા છે. ત્યારે વધુ એકવાર રૂ.22 લાખ જેવી રકમ વસૂલ કરવા માટે પાલિકાની ભાજપની તત્કાલીન બોડીના 36 સભ્યોને નગર નિયોજકે નોટીસ આપતા રાજકીય ચકચાર મચી છે.

વઢવાણ પાલિકાના પ્રમુખ ભવાનસિંહ ટાક હતાં ત્યારે પાલિકા વિસ્તારમાં ગટર, રસ્તા જેવા અંદાજે રૂ.21 લાખના ખર્ચે કામો કર્યા હતા. તંત્રએ તે પછી વહીવટી મંજુરી લીધા વગર કામ કરીને તમામ સદસ્યોએ સર્વાનુમતે ઠરાવ કરી કામના નાણા પણ ચૂકવી દિધા હતા. આ બાબતે નગર નિયોજકમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પરિણામે નગરનિયોજક દ્વારા વઢવાણ પાલિકાના તત્કાલીન તમામ 36 સભ્યોને નોટીસ પાઠવી છે. અને નિયમનું ઉલંઘન કરીને કરેલા કામ તથા તેના ચૂકવેલા નાણા માટે યોગ્ય પુરાવા રજૂ કરવાની સાથે દરેક પ્રતિનિધિ પાસેથી રૂ.60 હજાર લેખે નાણાની વસૂલાત કેમ ન કરવી તે બાબતે નોટીસ ફટકારવામાં આવી છે. અને આગામી તા.18ના રોજ હાજર રહેવા માટે તાકિદ કરી છે.
અન્ય સમાચારો પણ છે...