જૂનાગઢની સંસ્થાને રાષ્ટ્રીય એવોર્ડ

national award for junagadh institution
Bhaskar News

Bhaskar News

Nov 20, 2010, 11:22 PM IST
award- બાળ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત - રૂપાયતન સંસ્થાનાં બાળકોએ રાષ્ટ્રીય પરિસંવાદોમાં ભાગ લઇ શહેરનું નામ રોશન કર્યું જૂનાગઢની રૂપાયતન બાલભવન સંસ્થાએ ૨૦૦૮ માં રાષ્ટ્રીય બાલભવન સાથે સંલગ્નતા પ્રાપ્તકર્યા બાદ પ્રવૃત્તિઓનું ફલક વિસ્તાર્યું છે. ભારતીય સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે બાળકોની અભિરૂચિ કેળવાય તે માટેના સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે. જૂનાગઢની પર્યાવરણીય સ્થિતી, ઐતિહાસિક સ્મારકોના સ્થાપત્યનું પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વ, જેવા વિષયો ઉપર આપણા બાલભવનનાં બાળકોએ રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદોમાં ભાગ લઇ પ્રભાવિત કરેલ છે. આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે ગુજરાતી બ્રેઇલ લિપીમાં એકમાત્ર રૂપાયતન બાલભવન સંસ્થા દ્વારા ખાસ પ્રકારનાં ત્રિમાસિકનું પ્રકાશન કરાય છે. વિકલાંગ બાળકોને કેન્દ્રમાં રાખીને તેમના ઘડતરમાં ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિઓ ,પણ કરાય છે. આ તમામ પ્રવૃત્તિઓને લક્ષ્યમાં લઇ ભારત સરકારનાં માનવ સંસાધન મંત્રાલય દ્વારા સ્થપાયેલી રાષ્ટ્રીય બાલભવનનો નેશનલ વેલ્યુઝ એવોર્ડ-૨૦૧૦ તા. ૧૪ નવે. એ જૂનાગઢની રૂપાયતન સંસ્થાને ભારત સરકારનાં માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલનાં હસ્તે દીલ્હી ખાતે એનાયત કરાયો છે. સંસ્થાનાં માનદ્ નિયામક હેમંત નાણાવટીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ તકે દેશભરમાંથી આવેલા બાલભવનનાં ૧૭૦ પ્રતિનિધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
X
national award for junagadh institution

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી