સોમવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાત્રિનાં દિવાનચોકમાં જાહેર સભા સંબોધશે સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિતે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા રાજ્યભરમાં ફરી રહી છે. તેના ભાગરૂપે જૂનગઢ શહેરમાં યાત્રાનું આગમન તા. ૧ ઓક્ટોબરનાં કેશોદથી નિકળી ટીંબાવાડી બાયપાસથી જૂનાગઢ શહેરમાં પ્રવેસશે અને રાત્રિનાં ૮:૧પ કલાકે દિવાન ચોકમાં જાહેર સભામાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા જૂનાગઢ શહેરમાં આવી રહી છે. યાત્રાની તૈયારી માટે વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શહેર ભાજપની બેઠક મળી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ જીતુ હિ‌રપરા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, કરશનભાઇ ધડૂક, મોહનભાઇ પટેલ, જ્યોતિબેન વાછાણી, કાળુભાઇ સુખવાણી સહિ‌તનાં હાજર રહ્યા હતા. વિવેકાનંદ વિકાસ યાત્રા તા. ૧ ઓક્ટોબરનાં કેશોદથી નિકળી ટીંબાવાડી બાયપાસથી જૂનાગઢમાં પ્રવેસશે. ટીંબાવાડી ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. યાત્રા કાળવા ચોક, સરદાર ચોકમાં આવશે. જ્યાં ૧૦૧ ઢોલીઓ અને ૧૦૦૦ બહેનો દ્વારા સ્વાગત થશે. બાદ યાત્રા દિવાનચોકમાં રાત્રિનાં ૮:૧પ કલાકે પહોંચે છે. જાહેરસભા યોજાશે. વિવેકાનંદ યાત્રાને લઇ શહેર ભાજપ, યુવા ભાજપ, મહિ‌લા મોરચા સહિ‌તનાઓએ તૈયારી શરૂ કરી દીધી છે.