પયગંબર સાહેબના અપમાન સામે સાવરકુંડલામાં મુસ્લિમોની રેલી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાં સુન્ની મુસ્લિમ સમાજ દ્રારા અમેરીકન કાર્ટુનીસ્ટ દ્રારા ફિલ્મમાં કાર્ટુન દોરી પયગંબર સાહેબનુ અપમાન કરવામાં આવ્યુ હોય આ બનાવ અંગે સમાજના લોકોએ એકઠા થઇ શહેરમાં મૌન રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. સાવરકુંડલા શહેરમાં સુન્ની મુસ્લિમ જમાત દ્રારા સુફી સંત દાદાબાપુ કાદરીના માર્ગદર્શન હેઠળ અમેરિકાના કાર્ટુનીસ્ટ હેબેદો યહુદી દ્રારા ફિલ્મોમાં કાર્ટુન દોરી પયગંબર સાહેબનું અપમાન કર્યુ હોય જે અંગે મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં એક મૌન રેલી કાઢવામાં આવી હતી. મૌન રેલી શહેરના માર્ગો પર ફરી હતી. અને અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.