ગુજરાત સરકારના વિકાસના આંકડાઓ ભ્રામક: મોઢવાડિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભાટિયામાં ઘરના ઘર કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આકરા પ્રહાર ભાટિયામા ઘરના ઘર કાર્યક્રમ વેળાએ ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે હજારો કાર્યક્રરો-ખેડુતોને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી,ગુજરાત ભાજપને આડે હાથે લઇ આકરા પ્રહારો કર્યા હતા. ભાટિયામાં સ્ટેશન પાસે આહિર વાડીમાં યોજાયેલી સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર વિકાસના આંકડાઓની ભરમારથી પ્રજાને ભરમાવી રહી છે આથી સરકાર ઉત્સવો અને જાતજાતના પર્વોમાં જ વ્યસ્ત છે અને સરકારી તંત્ર મુખ્યમંત્રી અને તેમના કાફલાની આસપાસ જ ધુમ્યા કરે છે. તેમણે પ્રવચન દરમ્યાન બાબા રામદેવ પર પણ આકરા પ્રહારો કર્યા હતા ઉપરાંત તેમણે થાનગઢમાં પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવાનોના મોતની ઘટનાનો પણ ઉલ્લેખ કરી પોલીસની આવી કાર્યવાહીની ટીકા પણ પ્રવચનમાં કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ગતવર્ષે બનેલી સાની ડેમની ઘટનાનો પણ ઉલ્લેખ કરતા આક્ષેપ સાથે જણાવ્યુ હતુ કે, સરકાર ભ્રષ્ટાચાર કરનારને સગવડ આપે છે ને ભોગ બનનારને જેલમાં ઘકેલે છે, આ તે કેવો ન્યાય? સતત ભંગાણ પડતા આ ડેમ જીવાદોરી સમાન છે. આ સમારંભમાં સાંસદ વિક્રમભાઇ માડમ,ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, એમ.કે.બ્લોચ, ભીખુભાઇ વારોતરીયા, હકુભા જાડેજા, ડૉ.રણમલભાઇ વારોતરીયા, લખમણભાઇ આંબલિયા સહિતના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં કાર્યક્રરો ઉપસ્થિત રહયા હતા.