ચાવીની જગ્યાએ ડીસમીસ ભરાનતાં ટેન્કર થયો ચાલુ, યુવાન ચગદાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અમરેલી તાલુકાના ચિતલ નજીકની ઘટના અમરેલી તાલુકાના ચિતલ ગામ નજીક ગઇકાલે એક મજૂર ટેન્કર નીચે સુતો હતો ત્યારે સાથી મજૂરે ડીસમીસની મદદથી ટેન્કર ચાલુ કરી દેતા તેના પાછલા વ્હીલ નીચે સુતેલા મજૂર પર ફરી વળ્યા હતાં. જેને પગલે આ યુવકનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ વિચિત્ર અકસ્માતની ઘટના અમરેલી બાબરા રોડ પર ચિતલ નજીક બની હતી. પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકાના સાલેડા ગામના મજુરો અહી સીમમાં મજુરીકામ કરે છે. અહીનો કોપાભાઇ નાથાભાઇ નાયક નામનો યુવાન ટેન્કર નંબર જીજે ૩ વી ૪૭૬૮ નીચે ગઇકાલે બપોરે સુતો હતો. આ વખતે તેના ભાઇ સુખા નાથા નાયકે ટેન્કર પર ચડી ચાવીની જગ્યાએ ડીસમીસ ભરાવી મચડયુ હતુ. જેને પગલે ટેન્કર ચાલુ થઇ ગયુ હતુ અને આગળ દોડવા લાગ્યુ હતુ. આ ઘટનાને પગલે ટેન્કર નીચે સુતેલા કોપા નાથાભાઇ પર ટેન્કરના પાછલા વ્હીલ ફરી વળ્યાં હતા. પરિણામે તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. આ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે દવાખાને ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સોમીબેન બાબુભાઇ નાયક નામની મહિલાએ ડીસમીસથી ટેન્કર ચાલુ કરી દેનાર સુખા નાથા નાયક સામે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એએસઆઇ ડી.પી.અમરેલીયા બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.