ભવનાથમાં શિવરાત્રિના મેળામાં દીપડો ઘૂસતા નાસભાગ

leopard attack on shivratri fair, two injured
Bhaskar News

Bhaskar News

Feb 21, 2012, 02:02 AM IST

મહાશિવરાત્રિનાં મેળામાં આજે રૂપાયતન રોડ પર એક ધર્મશાળામાં વ્હેલી સવારે એક દીપડો ઘુસી આવ્યો હતો. દીપડાએ એક યાત્રિક અને એક વનકર્મચારી પર હુમલો કર્યો હતો. જોકે, બાદમાં વનવિભાગે તેને ટ્રાન્કવીલાઇઝ કરી પાંજરે પૂર્યો હતો.

મહાશિવરાત્રિનાં મેળામાં છેવાડાનાં એવા રૂપાયતન રોડ પર કચ્છી ભવનમાં આજે સવારે છ વાગ્યે ગિરનાર જંગલમાંથી આવેલો એક દીપડો ઘુસી ગયો હતો.

ધર્મશાળાનાં બીજા માળે પહોંચી ગયેલા આ દીપડાએ રૂમની બહાર આવેલા મુંબઇનાં ઘાટકોપરમાં રહેતા મુલચંદ હંસરાજ છેડા (ઉ.૬૫) પર હુમલો કરી તેઓને પેટની ડાબી બાજુ અને ડાબા ખભે ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં ત્રણ કલાકની જહેમત બાદ દિપડાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી.X
leopard attack on shivratri fair, two injured
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી