છેલ્લાં એક જ માસમાં ભાવનગર જિલ્લામાં સરેરાશ ૨૦૦ મી.મી. વરસાદ વરસ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એક માસ પૂર્વે સરેરાશ ૧૬૯ મી.મી. વરસાદ હતો તે ૩૦ દિવસ બાદ ૩૬૯ મી.મી.ના આંકડે પહોંચ્યો ભાવનગર જિલ્લામાં આજથી બરાબર એક માસ પૂર્વે સરેરાશ વરસાદ ૧૬૯ મી.મી.હતો તે આજે આજ માત્ર ૩૦ દિવસના સમયગાળામાં જ ૨૦૦ મી.મી. વધીને ૩૬૯ મી.મી.ના આંકને આંબતા સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૬પ.૭૧ ટકાને આંબી ગયો છે. આ માસના આરંભે જિલ્લાનો સરેરાશ વરસાદ ૪૦.૪૬ ટકા હતો તે છેલ્લા ૨૩ દિવસના સમયગાળામાં વધીને ૬પ.૭૧ ટકાને આંબી ગયો છે. જો કે હજુ સિઝનના કુલ વરસાદમાં ૩૪.૨૯ ટકા જેટલી ઘટ તો છે જ. ભાવનગર જિલ્લામાં એક માસ પૂર્વે સરેરાશ ૧૬૯ મી.મી. વરસાદ હતો પણ છેલ્લાં ૩૦ દિવસમાં વ્યાપક મેઘમહેર વરસતા જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ ૩૬૯ મી.મી.ના થોડા સંતોષજનક આંકડે પહોંચ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ભાવનગર તાલુકામાં પ૧૯ મી.મી.ના આંકને આંબી ગયો છે. તો પ૦૩ વરસાદ થતાં વલભીપુર તાલુકામાં સિઝનનો કુલ વરસાદ પપ૬ મી.મી. હોય સિઝનનો કુલ વરસાદ ૯૦.પ૩ ટકાને આંબી ગયો છે. સામા પક્ષે જિલ્લામાં સૌથી ઓછી મેઘમહેર ગારિયાધાર તાલુકા પર વરસી છે. ગારિયાધાર તાલુકામાં સિઝનના સરેરાશ કુલ ૪૯૨ મી.મી. વરસાદની તુલનામાં આજ સુધીમાં માત્ર ૨૪૩ મી.મી. જ વરસાદ વરસતા ૪૯.૩૯ ટકા વર્ષા નોંધાઇ છે. - તાલુકા મુજબ વરસાદ અને તેની ટકાવારી તાલુકો વરસાદ ટકાવારી (મી.મી.) ભાવનગર પ૧૯ ૮૧.૨૨ બોટાદ ૩૯૨ ૭૨.પ૯ ગઢડા ૩૦૧ ૬૦.૩૨ ગારિયાધાર ૨૪૩ ૪૯.૩૯ ઘોઘા ૪૧૧ ૬૯.૨૮ મહુવા ૨પ૯ ૪૩.૯૧ પાલિતાણા ૩૯૯ ૭૨.૧પ સિહોર ૩૪૧ પપ.૦૨ તળાજા ૨૮૮ પ૦.૮૬ ઉમરાળા ૪૦૬ ૭૬.૬૦ વલભીપુર પ૦૩ ૯૦.પ૩ સરેરાશ ૩૬૯.૨૭ ૬પ.૭૧