ગઢડાના આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને હાડમારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગઢડાના આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને હાડમારી
-
કાટ ખાઇ રહેલા મોંઘા ભાવના તબીબી સાધનો
-
લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સામૂહિ‌ક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠીયા સમાન

બોટાદ જિલ્લામાં આવેલ ૭૬ ગામો ધરાવતા સૌથી મોટા ગઢડા (સ્વા) તાલુકા મથકમાં આવેલ સમ ખાવા પુરતા એકમાત્ર અદ્યતન સામુહિ‌ક આરોગ્ય કેન્દ્રમાં વર્ષોથી નિષ્ણાંત તબીબો તથા સ્ટાફની ઘટ હોય દર્દીઓને પારાવાર હેરાનગતિ વેઠવી પડે છે. આરોગ્ય તંત્રની ઉદાસીનતાથી આ આરોગ્ય કેન્દ્રમાં મોંઘા ભાવના તબીબી સાધનો કાટ ખાઇ રહ્યા છે. ત્રણ લાખથી વધુની વસ્તી ધરાવતા ગઢડા તાલુકા મથકના ગરીબ તથા મધ્યમ વર્ગીય લોકો માટેના એકમાત્ર આશિર્વાદ સમાન સામુહિ‌ક આરોગ્ય કેન્દ્રમાં લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા યુકત તમામ સાધન સામગ્રીઓ વસાવાઇ છે.
ત્યારે ખાટલે મોટી ખોટ સમાન ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓને અહિં આરોગ્ય સારવાર મળતી નથી. આ સામુહિ‌ક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી સર્જન, એમ.ડી., ગાયનેક, એકસરે, ટેકનીશ્યન, લેબ ટેકનીશ્યન, સીસ્ટર, ડીલીવરી માટેના ૮, સ્લીપર ૪ સહિ‌તના સ્ટાફનો અભાવ છે. જેથી ગરીબ દર્દીઓને પારાવાર યાતના વેઠવી પડે છે. નિષ્ણાંત તબીબોના અભાવે આ સામુહિ‌ક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી દર્દીઓને ભાવનગર કે બોટાદ રવાના કરાય છે.
નિષ્ણાંત સ્ટાફના અભાવે અહિંના મોંઘા ભાવના તબીબી સાધનો હવે કાટ ખાઇ રહ્યા છે. આ ગંભીર મામલે સ્થાનિક અગ્રણીઓ દ્વારા વખતો વખત ઉચ્ચ કક્ષાએ સંબંધીત સત્તાધીશોને રજુઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્ન હજુ પણ અણઉકેલ રહ્યો છે. જેથી લોકોમાં તંત્રની સામે સખ્ત રોષ વ્યાપેલ છે.
આગળ વાંચો,એમ્બ્યુલન્સ ફાળવવામાં પણ અખાડા.....