ભાવનગરની પોલીસ ચોકી સામે યુવાનની હત્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મકાનની લેતીદેતીમાં થયેલ મનદુ:ખની પતાવટ માટેની બેઠકમાં વાત વણસતા એક જૂથે બે યુવાન પર હિ‌ચકારો હુમલો કર્યો: ૧ ગંભીર શહેરના બાર્ટન લાયબ્રેરી પાસે પોલીસ ચોકી સામે આવેલી ઇન્ડિયા ટ્રાવેલ્સની ઓફિસમાં મકાનની લેતી દેતીના મામલે થયેલા મનદુ:ખની પતાવટ માટે ધંધાર્થીઓની બેઠકમાં વાત વણસતા પાંચ શખ્સોએ બે યુવાનોને લોખંડના પાઇપ તથા છરી વડે આડેધડ ઘા મારતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક યુવાનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાતા ઘટના સ્થળે તથા હોસ્પિટલમાં લઘુમતી સમાજના રાજકીય તથા સામાજિક અગ્રણીઓના ટોળા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ મકાનની લેતી દેતીના ધંધામાં સંકળાયેલા અબ્દુલકરીમ અલીભાઇ, ઉબેદ અબ્દુલકરીમ ઇમદાદ અબ્દુલકરીમ, જુનેદ ઉર્ફે ભુરીયો, રફીક અલીભાઇ (રહે. તમામ ભાવનગર)એ ફિરોઝ અબેદભાઇ તથા સાજીદ અબેદભાઇને બુધવારે બપોરે ૧૨.૩૦ના અરસામાં શહેરના બાર્ટન લાયબ્રેરી પાસે, રૂવાપરી પોલીસ ચોકીની સામે બોલાવ્યા હતા. જ્યાં બેઠક દરમિયાન બંને પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાત વણસી જવા પામતા ટ્રાવેલ્સની દુકાનમાં તોડફોડ થતાં ઉશ્કેરાયેલા અબ્દુલકરીમ અલીભાઇ, ઉબેદ અબ્દુલકરીમ, ઇમદાદ અબ્દુલકરીમ, જુનેદ ઉર્ફે ભુરીયો તથા રફીક અલીભાઇ વગેરેએ તે બંનેને ગાળો આપી લોખંડના પાઇપ તથા છરી વડે હિ‌ચકારો હુમલો કરતા લોહીલુહાણ હાલતે સાજીદ તથા ફિરોઝ અબેદભાઇને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ફિરોઝ અબેદભાઇ બાનફા (ઉ.વ.૩પ રહે.આરબવાડ અલકા રોડ)નું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. સાજીદ અબેદભાઇને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે ત્યાંથી સ્ટલ`ગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે યાસીનબીન અબુદભાઇ બાવજીર આરબ (રહે. મતવાચોક, આરબવાડ, શેખનો રોજો)એ સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બનાવની વધુ તપાસ સી ડીવીઝનના પીઆઇ જી.આર. પટેલ ચલાવી રહ્યા છે. બનાવની જાણ થતાં ઘટના સ્થળે થોડા સમય માટે વાતાવરણ તંગ બની જતાં પોલીસ કાફલો દોડી જઇ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બનાવ સ્થળે તથા હોસ્પિટલમાં લઘુમતી સમાજના રાજકીય તથા સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.