ચૂંટણીમાં મુખ્યમંત્રીના નાણાંના ધોધ સામે અમે માણસને લડાવશુ : કેશુભાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જીપીપી પાર્ટીની પરિવર્તન યાત્રામાં વડાલ અને કેશોદમાં સભારાજ્યમાં ખેડૂતોને પાણી મળતુ નથી અને આ ધરતીપુત્રો આત્મ હત્યના માર્ગે જઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર ભ્રામક વાતોથી પ્રજાને ભરમાવી રહી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના નાણાંના ધોધ સામે અમે માણસને ચૂંટણી લડાવશુ તેમ આજે ગુજરાત પરિવર્તન પાર્ટીની યાત્રા લઇને આવેલા પૂર્વ મુખ્યમંત્રી અને જીપીપીના અધ્યક્ષ કેશુભાઇ પટેલે યાત્રા દરમિયાન વડાલ અને કેશોદમાં સભામાં ગર્જના કરી હતી. આ તકે તેઓએ વિસાવદરથી ચૂંટણી લડવાનો નિર્ધારપણ અહીંથી ફરી એકવાર વ્યક્ત કરી ઉપસ્થિત સમુદાયને સર્મથનની હાકલ કરતા સૌએ હાથ ઉંચા કરી આ વાતને સમર્થન આપ્યુ હતું.ગુજરાત પરિવર્તન પાર્ટીની વિરપુરથી પ્રસ્થાન થયેલી યાત્રા આજે સોરઠમાં પ્રવેશી હતી. સૌ પ્રથમ વિસાવદર મત વિસ્તારમાં આવતા વડાલ ખાતે યોજાયેલી સભામાં કેશુભાઈ પટેલે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. કેશુભાઈ પટેલે ચૂંટણીલક્ષી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ખેડૂતોને પાણી મળતું ન હોય ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. ગુજરાત સરકાર બેકારી વધારવાનું કારખાનું છે. મારી સરકાર વખતે રાજ્યમાં ૪.૫૦ લાખ બેકાર હતા જે વધી ૯.૫૦ લાખ બેકાર થયા છે. આજે ગુજરાતમાં ૩૯ લાખ ગરીબો છે ચૂંટણીમાં નાંણા ખર્ચે મત ખરીદવામાં આવે છે હું નાંણા સામે માણસોની ફોજ ઉભી કરી ચૂંટણી જીતીશ,ઢુંઢીયા રાક્ષસને મારી રાજ્યમાં પરિવર્તનની જરૂર છે.ગોરધન ઝડફીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ૮૪૦૦૦ કેનાલ બનાવી પાણી પુરૂ પાડીશું. બાર વર્ષમાં સરકારે કેનાલ બનાવી હોત તો આજે ખેડૂતો આત્મહત્યા કરવાની ફરજ પડી ન હોત. આ તકે જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ પેથાણી, લલીતભાઈ સુવાગીયા, દાદુભાઈ આહીર, કનુભાઈ સોરઠીયા સહિતનાં હાજર રહ્યાં હતાં તેમજ વેપારી એસો.નાં જગદીશભાઈ પટોડીયા, કોળી સમાજનાં ગાંડુભાઈ રાઠોડ સહિતનાંઓએ કેશુભાઈનું સ્વાગત કર્યું હતું. વડાલનાં ૨૦૦થી વધુ લોકો ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાયા હતા.- જુનાગઢ શહેર ક્યાં ક્યાં સ્વાગત થયું ?પરિવર્તન પાર્ટી જુનાગઢ શહેરમાં આવી પહોંચતા દોલતપરા, ગાંધીચોક, સરદારબાગ, ટિંબાવાડી ઉપરાંત વંથલી ખાતે પણ સ્વાગત કરવામાં આવ્યું હતુ. વથંલીમાં અડધો કલાકનું રોકાણ કર્યું હતું. બાદ યાત્રા કેશોદ રવાના થઈ હતી. જ્યાં સભામાં પરિવતિgત થઇ હતી.