નિર્દય હત્યારાઓની ઓળખ, હા..આ બન્ને એ જ નરાધમો છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- યુવતીની નિર્દયતાપૂર્વક હત્યા નીપજાવનાર બન્ને શખ્સોને પેટ્રોલપંપ કર્મી અને પાણીપુરીવાળાએ ઓળખી બતાવ્યા જામનગરમાં વિપ્ર યુવતિની લૂંટના ઇરાદે નિર્દય હત્યા નિપજાવનાર બન્ને શખ્સોની પોલીસે પેટ્રોલપંપના કર્મચારી અને પાણીપુરીવાળા સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી તૃશ્વી મનિષભાઇ જાની નામની અપરિણત યુવતિને તેના જ બે મિત્રો તેજસ પ્રતાપરાય વાઢેર અને હાર્દિક ઉર્ફે ધોની ભરડવાએ ફરવા લઇ જવાના બહાને સમાણા રોડ પર લઇ ગયા હતાં. જ્યાં બન્ને શખ્સોએ તેણીને ગળેટુંપો આપી નિદર્યી હત્યા નિપજાવી મૃતદેહને કાલાવડ રોડ પરના ધુળસિયા ગામની સીમમાં ફેંકી દીધો હતો. ત્યારબાદ અજ્ઞાત યુવતિની ઓળખ તથા તેની હત્યા નિપજાવાયાનો પી.એમ. રીપોર્ટમાં ધટસ્ફોટ થતાં પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી ઉપરોકત બન્ને શખ્સોને પકડી પાડ્યા હતાં. પોલીસે બન્ને શખ્સો પાસેથી મૃતક પાસેથી લૂંટી લીધેલા દાગીના અને ફેંકી દીધેલા મોબાઇલ તથા કાર કબજે કરી હતી. આરોપીઓએ તેણીને કારમાં બેસાડી કાલાવડ ચોકડી પાસે પાણીપુરી ખાધી હતી અને હત્યા નપિજાવ્યા બાદ વળતી વખતે અત્રેના પેટ્રોલપંપમાંથી કારમાં ઇંધણ પુરાવ્યું હતું. જેના પગલે પોલીસે પાણીપુરીવાળા અને પેટ્રોલપંપના કર્મચારીને પોલીસ સ્ટેશન બોલાવી સીટી મામલતદાર સમક્ષ બન્ને આરોપીઓની ઓળખ પરેડ કરાવી હતી. જેમાં ઉપરોકત બન્ને શખ્સોએ આરોપીઓને ઓળખી બતાવ્યા હતાં.મંગળવારે રિમાન્ડ પૂર્ણ થતાં બન્ને આરોપીઓને પોલીસ કોર્ટ સમક્ષ રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસે સાંયોગિક પુરાવા એકત્રિત કરી નિર્દોષ યુવતીને રહેંસી નાખનારા નરાધમોની ફરતે કાનૂનનો ગાળિયો વધુ મજબૂત કરવા કવાયત આદરી છે.