બાળકોની સોંપણી નાં મામલે પતિએ પત્નીને ફટકારી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-તાલાલામાં રીસામણે બેસેલી પરિણીતાની પતિ સામે ફરિયાદ તાલાલાનાં સીદીવાડામાં રહેતી અને રીસામણે બેસેલી એક મુસ્લિમ પરિણીતાને પતિ સાથે બાળકોનાં કબ્જા બાબતે પણ મનદુ:ખ હતું. આ અંગે ગઇકાલે મામલો ગરમ બન્યા બાદ પતિએ તેણીને માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસમાંથી પ્રાપ્તવીગતો મુજબ, તાલાલાનાં સીદીવાડામાં રહેતી રેશ્માબેન યાસીન બ્લોચ (ઉ.૨૮)નાં લગ્ન દસેક વર્ષ પહેલાં યાસીન નુરમામદ બ્લોચ સાથે થયાં હતા. પરંતુ તેણીને પતિ સાથે બનતું ન હોવાથી તેણી છેલ્લા પાંચ માસથી પોતાનાં માવતર રીસામણે ચાલી ગઇ હતી. જોકે, રેશ્માની જેઠાણી સાવિરા થોડા વખત પહેલાં યાસીન અને રેશ્માનાં બાળકો કૌશલ અને સાહિલને ભણાવવા છે કહી સાથે લઇ ગઇ હતી. બાદમાં તેઓ રેશ્માને મળવા નહોતા દેતા. આથી ગઇકાલે રેશ્માને પતિ સાથે આ અંગે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા યાસીને તેણીને ગાળો દઇ ઢીકાપાટુ મારી છરી જેવા હથિયારથી જમણી આંખ પર ઇજા કરી હતી. બનાવ અંગે રેશ્માએ યાસીન સામે ફરિયાદ નોંધાવતાં હેડ કોન્સટેબલ વજેરામબાપુ હરિયાણીએ વધુ તપાસ હાથ ધરી છે.