તોરીના હનુમાન મંદિર મહંતના સાધુનો ગળેફાંસો ખાઇ આપઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બીમારીથી કંટાળી પગલું ભર્યાનું તારણ : આપઘાત અંગે ઉઠતા અનેક સવાલ વડીયા તાલુકાના તોરી ગામ નજીક આવેલ બેથડીયા હનુમાન મંદિરના મહંતે આજે મંદિરના પ્રાંગણમાં ઝાડ પર લટકી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહંતને આજે સાંજે સમાધી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તોરી દોડી ગયો હતો. બીજી તરફ મહંતને પેરેરીસીસના કારણે હાથની તકલીફ હોય તેમણે ગળાફાંસો કઇ રીતે ખાધો તે અંગે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ ઘટના આજે વડીયા તાલુકાના તોરી ગામની સીમમાં બેથડીયા હનુમાન મંદિરના પ્રાંગણમાં બની હતી. અહિં હનુમાન મંદિરના સાધુ શીવરાજગીરીગુરૂ સોમેશ્વરગીરીબાપુ (ઉ.વ. ૬૫)એ આજે ગળાફાંસો ખાઇ જીવ દઇ દીધો હતો. વૃધ્ધ સાધુ પાછલા સાતેક વર્ષથી પેરેલીસીસ, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગોથી પીડાતા હતા અને તેની દવા પણ ચાલુ હતી. દરમીયાન આજે કોઇ અકળ કારણે આ સાધુએ મંદિરના પ્રાંગણમાં આવેલી બીલીપત્રના ઝાડ પર લટકી જઇ ગળાફાંસો ખાઇ લીધો હતો. હનુમાન મંદિરના મહંત સરેશ્વરગીરી ગુરૂશ્રી વિશ્વમ્ભરગીરીબાપુએ આ બારામાં વડીયા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને વડીયા દવાખાને ખસેડી પીએમ કરાવ્યુ હતું. સાંજે શીવરાજગીરીબાપુને સમાધી આપવામાં આવી હતી. બીજી તરફ શીવરાજગીરી બાપુ પેરાલીસીસથી પીડાતા હોય અને એક હાથમાં વધારે તકલીફ હોય તેમણે આપઘાત કઇ રીતે કર્યો હશે તે અંગે સવાલ ઉઠવા પામેલ છે.