સરકારની પિછેહઠ : તલાટી કમ મંત્રીઓની જવાબદારી પૂર્વવત

રેવન્યુ તલાટી પાસેથી મહેસુલની કામગીરી પરત લઇ લેવાઇ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Mar 05, 2012, 04:38 AM
Government stop decision: Talati responsible reins
રેવન્યુ તલાટી પાસેથી મહેસુલની કામગીરી પરત લઇ લેવાઇ બેફામ ભ્રષ્ટ્રાચાર આચરાતો હોવાની બૂમના પગલે દોઢ વર્ષ પૂર્વે જ અલગ કેડરનો નિર્ણય લેવાયો હતો રાજય સરકારનાં મહેસુલ મંત્રાલય દ્વારા તલાટી-કમ-મંત્રીની કેડર અલગ કરી નાંખતો અણઘણ નિર્ણય કરેલ જે અંતે આ નિર્ણય સરકારે ફેરવી તોળી નાખ્યો છે. અને તલાટી-કમ-મંત્રી તરીકેની જુની પધ્ધતી ફરી અમલમાં મુકતો પરીપત્ર જારી કરેલ છે. રાજય સરકારનાં રેવન્યુ વિભાગે તા.૧૪/૧૦/૨૦૧૦નાં ઠરાવ ક્રમાંક મકમ/૧૦૨૦૧૦/ પ૨૭૧/ન થી વલભીપુર તાલુકા સહીત સમગ્ર જીલ્લામાં તલાટી-કમ-મંત્રી ની પોસ્ટ જયારથી મહેસુલી કાયદો અમલી બન્યો ત્યારથી અમલમાં હતી. પરંતુ રેવન્યુ મંત્રાલય સમક્ષ જમીન તેમજ ગ્રામ પંચાયતને લગતી કામગીરીની ફરજમાં તલાટી-કમ-મંત્રીઓ દ્વારા બેફામ ભષ્ટ્રચાર આચરતા હોવાની વ્યાપક ફરીયાદોને ધ્યાને લઇ મંત્રાલયે તલાટી-કમ-મંત્રીની કેડર અલગ કરવા માટે જીલ્લા તેમજ રાજયભરમાં માત્ર રેવન્યુ તલાટીની કામગીરી માટે નવા ઉમેદવારોની મોટી સંખ્યામાં ભરતી કરેલ અને ત્યારબાદ તલાટી-કમ-મંત્રી તરીકેની જુની ઓળખ સમાપ્ત થઇ હતી. પરંતુ તલાટીની નવી નિમણુંકોને હજુ દોઢ વર્ષ થયું છે. ત્યાં નવા નિમણુંક પામેલા રેવન્યુ તલાટી પાસેથી મહેસુલની કામગીરી પરત લઇ લેવાનો સરકારે તાજેતરમાં એટલે કે, તા.૨૪/૨/૨૦૧૨નો ઠરાવ ક્રમાંક મકમ / ૧૦૨૦૧૦ / પ૨ / ન વાળો ઠરાવ પરત ખેંચતો ઠરાવ રાજયપાલશ્રીનાં હુકમથી કરાયો છે. એટલેકે આ પરીપત્રથી મહેસુલી તલાટી ઓને માત્ર જમીન અંગેની પ્રાથમીક તપાસ , કલમ ૧૩પ-ડી ની નોટીસ અને સમન્સ બજવણી, તમાર પ્રકારની સરકારી પડતર જમીનોની સમયાંતર સ્થળ ચકાસણી કરી દબાણો દુર કરવા અને શોધવા, હદ નિશાનો ચકાસવા સહિ‌તની અન્ય ફરજ બજાવવાની રહેશે. માંડમાંડ પાટે ચડેલી ગાડી વળી પાછી ઉતરી જશે... નવા પરીપત્રથી માંડમાંડ પાટે ચડેલી ગાડી વળી પાછી ઉતરી જશે કારણ કે, હસ્ત લેખીત ગામ નમુના ૭/૧૨, ૮(અ) અને હક્ક પત્રક(ગામ નમુના નંબર-૬) હાલ માત્ર બેંકમાં ચલણ ભરવાથી પ્રાપ્ત થતાં હતા. અને હવે આ તમામ મૂળ થોક તલાટી-કમ-મંત્રીને પરત કરવાનાં થશે. એટલે અંતે તો હેમ નું હેમ...જેવી પરિસ્થિતનું નિર્માણ થશે. અલબત્ત, ખેડુત અરજદારોનું કામ ટલ્લે ચડશે.

X
Government stop decision: Talati responsible reins
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App