ગરીબ મેળો તો યોજાઈ ગયો, પણ સહાય ક્યારે ?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા તાલુકામાં તાજેતરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં કોદીયા ગામના રાણાભાઇ રાઠોડ રામુબેન રાઠોડ અને ઉષાબેન રાઠોડને પશુપાલક નિયામકના પત્રથી રૂ.૩ હજારની રકમ મંજુર કરવામાં આવી હતી. જે આજ સુધી ચુકવાઇ જ નથી. જેનાથી લાભાર્થીઓમાં રોષની લાગણી જન્મી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સ્વરોજગારી માટેના બગદાણા દુદાણા જેવા ગામોમાં સાધનોની કીટ માટે અરજી કરાઇ છે. છતાં આજ સુધી આવી કોઇ કીટ મળી નથી. આ અંગે અરજદારો દ્વારા રોષ ઠાલવતા જણાવાયુ છે કે આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ગરીબોને શોષવાનુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. સરકાર ગ્રાન્ટો ફાળવે છે. પરંતુ અમલદારો પોતાના ખીસ્સા ભરે છે. જયારે ગરીબ લાભાર્થીઓ હેરાનગતિ વેઠે છે. આથી તાકિદના ધોરણે ગરીબ કલ્યાણની સહાય સહીતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ છે.