રિંગટોન-કોલર ટોનમાં 'ગણેશ ટોન’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન ગણપતિજીના ગીતોએ મચાવેલી ધૂમ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા ગણેશોત્સવમાં ગણપતિજીના ગીતોએ ધૂમ મચાવી છે. મહારાષ્ટ્રીયન તહેવારમાં ઘેલા થયેલા ગુજરાતીઓના મોબાઈલમાં 'ગણેશ ટોન’ હોટ ફેવરિટ બન્યા છે. યુવકોએ તેમના મોબાઈલ ઉપર રિંગટોન્સ-કોલર ટયૂન્સમાં ગણેશજીના ગીતો ડાઉનલોડ કરીને પોતાની ગણેશ ભક્તિનો નિર્દેશ આપ્યો છે. ગુજરાતી હિ‌ન્દી ફિલ્મોમાંથી ગણપતિજીના ગીતો દેવો હો દેવા, ગણપતિ દેવા, ગણપતિ આયો બાપો, રિદ્ધિ-સિદ્ધિ લાયો, મોરિયા મોરિયા મોરિયા રે ગીતો લોકપ્રિય બન્યા છે. તા.૧૯થી શરૂ થયેલા ગણેશોત્સવ પૂર્ણ થવાના આરે છે. જોકે ઘરઘરાવ સ્થાપિત થયેલા ગણેશજીની પ્રતિમાનું ઉત્થાપન કરી દેવાયું છે. તેમ છતાં મોટા આયોજનો તા.૨૭ સુધી ચાલવાના હોય ગણેશજીના ગીતો એ દિવસો સુધી ધૂમ મચાવતા રહેશે અને ગણપતિ ઉત્સવની ઉજવણી હવે જ્યારે છેલ્લા તબક્કામાં પહોંચી છે ત્યારે અગલે બરસ તું જલ્દી આના... ગુંજતુ થશે. - હિ‌ટ્સ ઓફ ધ વીક - દેવા હો દેવા, ગણપતિ દેવા... તુમસે બઢકર કૌન... - મોરિયા મોરિયા મોરિયા રે... તુજકો આના હોગા... - વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ... - જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા... - ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો... - ગણપતિ બાપા મોરિયા... જિસને તેરા નામ લિયા... - જય ગણેશ ગણ... સકળ વિઘ્ન કર દૂર...