અમરેલી જિલ્લામાં ઠેર-ઠેર જુગારનાં દરોડા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા, બાબરા, ધારી પંથકનાં પત્તાપ્રેમીઓ પર પોલીસ ત્રાટકી ૧.૧૮ લાખની મત્તા સાથે ૨૯ જુગારીઓ ઝડપાયા ભીમ અગીયારસ પર અમરેલી જીલ્લામાં ઠેર ઠેર જુગાર રમાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તો જુગારીઓ ખુલ્લામાં જ બાજી માંડી દે છે. કેટલાક જુગારના રસીયાઓ તો બે-ચાર દિવસ અગાઉ થી જ પત્તા ટીચવા માંડે છે. આજે અમરેલી તાલુકાના મોટા આંકડીયા અને નાના માચીયાળા ગામેથી પોલીસે દસ જુગારીઓની દસ હજારની મતા સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતાં. ઉપરાંત બાબરા અને ધારીમાંથી પાંચ-પાંચ તથા સાવરકુંડલામાંથી નવ જુગારી ઝડપાયા હતાં. પોલીસે જુદા જુદા છ દરોડાઓમાંથી ૧.૧૮ લાખનો મુદામાલ કબજે લીધો હતો. અમરેલી તાલુકા પોલીસે મોટા આંકડીયા અને નાના માચીયાળા એમ બે ગામમાં જુગાર અંગે દરોડા પાડયા હતાં. મોટા આંકડીયા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા સુરેશ વિઠ્ઠલ ઓળીયા, સવજી પાંચા, જુડાળા ગામના વિનુ ભનુ, અમરેલીના મહેબુબ જમાલ અને સીમરણના અકબર અલારખ નામના શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રોકડ રકમ સહિ‌ત કુલ રૂ. ૩૩૧૦નો મુદામાલ કબજે લેવામાં આવ્યો હતો. જુગારનો અન્ય એક દરોડો અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામે પાડવામાં આવ્યો હતો. પોલીસે અહિં જાહેરમાં જુગાર રમી રહેલા જયદિપ હકુ, ભરત નાથુ, એભલ બાવકુ, ભયલુ સોમા અને વિરાટ વાળા નામના શખ્સોની ધરપકડ કરી હતી. આ પાંચેય શખ્સો પાસેથી કુલ રૂ. ૬૪પ૦નો મુદામાલ કબજે લેવામાં આવ્યો હતો.ધારી પોલીસે દેવળા ગામે ગત રાત્રે જાહેરમાં જુગાર રમી રહેલા મનુ ભીખા વસોયા, અશોક મહીડા, ઇશ્વર સવજી કાનાણી સહિ‌ત પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રૂ. ૧૩૦૨૦ની રોકડ રકમ, એક મોબાઇલ તથા ચાર મોટર સાયકલ મળી કુલ રૂ. ૯૮૦૨૦નો મુદામાલ કબજે લીધો હતો. જ્યારે સાવરકુંડલામાં જીંજુડાના જાપે પોલીસે દરોડો પાડી મંગા છના ભરવાડ, મુન્ના નાથા ભરવાડ સહિ‌ત છ શખ્સોને રૂ. ૩૩૪૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. આવી જ રીતે સાવરકુંડલા પોલીસે અહિં જાહેરમાં જુગાર રમી રહેલા જીતુ હમીર બગડા સહિ‌ત ત્રણ શખ્સોની રૂ. ૨૭૭૦ની રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી. જ્યારે બાબરા પોલીસે વાંકીયા ગામે દરોડો પાડી વિનુ લીંબા બાવળીયા સહિ‌ત પાંચ જુગારીઓની ધરપકડ કરી હતી. આ જુગારીઓ પાસેથી રૂ. ૪૧૨૦ની રોકડ રકમ કબજે લેવામાં આવી હતી.