ગોદાવરી પાસે ચારને મોતને ઘાટ ઉતારી ફરાર ડમ્પરચાલક ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાતમીના આધારે પોલીસે માલવણ નજીકથી ડમ્પર સાથે ઝડપી પાડયો

મૂળી તાલુકાનાં ગોદાવરી ગામ નજીક ગત ૨૩મેના રોજ કારને ધક્કો મારતા આઠ શખ્સોને અજાણ્યા ડમ્પરચાલકે ઠોકર મારતા એક જ કુટુંબનાં ત્રણ વ્યક્તિઓ અને એક મદદ કરનાર યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક અંધારાનો લાભ લઇ ફરાર થવામાં સફળ રહ્યો હતો. આથી પોલીસે ડમ્પર ચાલકને પકડવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં. જેમાં પોલીસને બાતમી મળતા માલવણ ચોકડી પાસેથી ડમ્પરચાલક તેમજ ડમ્પરને ઝડપી જેલ હવાલે કર્યો હતો.
મૂળીનાં ગોદાવરી પાસે ગત ૨૩મેના રોજ ટાવેરા ગાડી બગડતા અંદર બેસેલા સાત શખ્સો અને ભદ્રેશીનો મદદ કરવા ગયેલો યુવાન ગાડીને ધક્કો મારી રહ્યાં હતાં. ત્યારે પાછળથી અજાણ્યા ડમ્પર ચાલકે ગાડીને ધક્કો મારતા શખ્સોને ઉડાવ્યા હતાં. જેમાં ઉંઝા તાલુકાના શીદી ગામના મહેશભાઈ અમૃતજી રાજપૂત, તેમના પત્ની કિંજલબેન અને બહેન કિંજલબેન મહોબતસિંહ અને મદદ કરનાર ભદ્રેશી ગામનો યુવાન રમઝાનભાઈ સહિ‌ત કુલ ચારના મોત નિપજતા અરેરાટી ફેલાઇ ગઇ હતી.
જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પરચાલ અંધારાનો લાભ લઇ ભાગી છૂટયો હતો. આથી પોલીસે તેને ઝડપી પાડવા તપાસ આરંભી હતી. જેમાં ૨પમેનાં રોજ મૂળી પોલીસ મથકનાં પી.એસ.આઈ. પી.કે.ગોહિ‌લ અને સ્ટાપના રોહિ‌તભાઈ રાઠોડ, શૈલેષભાઈ, હિ‌તેષભાઈ સહિ‌તનાને બાતમી મળી હતી કે, અકસ્માત સર્જનાર ડમ્પર માલવણ પાસે છે.

લાઇસન્સ ન હોવા છતાં ડમ્પર ચલાવતો હતો : ડ્રાઇવર
આ અંગે ઓરીપી જીલાભાઈ ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં તેમ પૂછતે તેને લાઇસન્સ ન હોવાનું અને હજુ ગાડી શીખતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે બીજાની જિંદગી જોખમમાં મૂકનાર ટ્રક માલિકો સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે.