ભાવેણામાં દેખા દીધી જલમાંજરે, પક્ષીવિદોમાં ચર્ચા ચકડોળે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર હવે પક્ષીઓની વિવિધતા સાથેના મહાનગર તરીકે રાજ્યભરમાં ખ્યાતિ પામી રહ્યું છે ત્યારે ભાવેણામાં ફિઝન્ટેલ જકાના એટલે કે જલમાંજર પક્ષીએ દેખા દીધા છે. આ પક્ષીમાં એક ના અને એક માદાની જોડીએ દેખા દીધા છે. આ અંગે વધુ માહિ‌તી આપતા બ્લેક બક નેચર કલબ દ્વારા જણાવાયું છે કે આ પક્ષીનો મુખ્ય ખોરાક નાની માછલીઓ, નાના દેડકા અને પાણીની જીવાત છે. આ ઉપરાંત આ પક્ષી પાણીનાં થતા ઘાસમાં પોતાનો માળો બનાવે છે. આ પક્ષીની વિશેષતા એ છે કે દરેક જળચર પક્ષી કરતા આ પક્ષીની પૂંછડી વિશીષ્ટ રીતે દૂધગજ પક્ષી સમાન લાંબી હોય છે એટલે તે નિહાળવું મનોરમ્ય લાગે છે. આ પક્ષી શરમાળ પ્રકૃત્તિનું છે. બ્લેક બક નેચર કલબનાં સમીર દેસાણી, હર્ષ મકવાણા અને વિવેક શાહ દ્વારા સતત શોધખોળના અંતે આ પક્ષી શહેરમાં શોધી કાઢયું છે. અને આ પક્ષીને નુકશાન ન થાય તે માટે સભ્યો સતત તે પક્ષી પર નિરીક્ષણ કરી તેની માહિ‌તી મેળવી રહ્યા છે.