ઊનામાં બારદાન ભરેલો ટ્રક સળગ્યો, લોકોમાં મચી નાસભાગ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના શહેરમાં ગીરગઢડા રોડ પર આજે બપોરનાં સમયે ખાલી બારદાન ભરેલો ટ્રક અચાનક સળગી ઉઠતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. શહેરમાં બપોરનાં બાર વાગ્યાની આસપાસ ખાલી બારદાનભરેલ ટ્રક નં.૫૭૭૭ ગીરગઢડા રોડ પરથી પસાર થઇ રહયો હતો. ત્યારે અચાનક આ ટ્રકમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા આજુબાજુનાં લોકોમાં નાસભાગ મચી ગયેલ હતી. આ આગ વિકરાળ સ્વરૂપ પકડે એ પહેલા નગરપાલિકાનાં ફાયર ફાઇટરને જાણ કરાતા અશોકભાઇ રાઠોડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ બર્નીગ ટ્રકને નિહાળવા લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે આ ટ્રકમાંથી ખાલી બારદાન સળગતા હોય બારદાનોને ટ્રકમાંથી બહાર કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ ટ્રક સળગી ગયાની કોઇ નોંધ પોલીસ દફતરે થયેલ નથી. આ ટ્રક કઇ તરફ જતો હતો તે પણ જાણવા મળેલ નથી પરંતુ આ આગમાં લાખો રૂપિયાનું નુકશાન થયેલ હોવાની ચર્ચાઓ સાંભળવા મળતી હતી.