કોડીનારની અથડામણમાં ૨૦ની અટક

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગત શુક્રવારે નમાઝ બાદ જુના મનદુ:ખને લઈને શિયા અને સુન્ની જૂથ વચ્ચે અથડામણ થઈ’તી - બન્ને પક્ષના મળીને કુલ ૯ શખ્સો ઘાયલ થયા હતા : ધરપકડ કરાયેલાને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગ કોડીનારમાં શુક્રવારે મુસ્લિમ સમાજનાં સિયા અને સુન્ની જુથ વચ્ચે થયેલી અથડામણમાં પોલીસે ૨૦ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. કોડીનારમાં શુક્રવારની બપોરની નમાજ બાદ સિયા અને સુન્ની મુસ્લિમ જમાતનાં બે જુથ વચ્ચે થયેલા ઘર્ષણમાં બન્ને પક્ષનાં મળીને કુલ નવ શખ્સો ઘાયલ થયા હતા. જેમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદો થઇ હતી. આ બનાવમાં અવેશ અબ્દુલ રજાક કાદરીએ કરેલી ફરિયાદમાં મહમદ અયાજ ઉર્ફે અયાન જીયા નકવી, ક્લબે અબાશ દિલાવર હુસેન નકવી, તોફીક રજાક દિલાવર હુસેન નકવી, સાહીદ હુસેન મહેમુદ હુસેન નકવી અને મહેદીહસન નક્વીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે એક દિવસનાં રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડ પુરા થતા આજે ફરી કોર્ટમાં તમામને રજૂ કરતા કોર્ટે જામીન અરજી ફગાવી જેલ હવાલે કરેલ છે. જ્યારે હસન રજા મહેબુબ હુસેન નકવી (ઉ.વ.૧૭) બાળ આરોપી હોય જૂનાગઢ બાળ અદાલતમાં રજૂ કરતા કોર્ટે તેના જામીન રજૂ કરેલ હતા. જ્યારે સામા પક્ષે જીયા અહેમદ નાસીર હુસેન નકવીએ કરેલી ફરિયાદ આધારે પોલીસે આજે ૧૪ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં અવેશ અબ્દુલ રજા, મોસીન મહેમુદ, મોહીન મહેબુબ, મુનાફ ફારૂક જુમા, શબીર જીકર, શકીલ મેમણ, અદનાક કાદરી, ઇકબાલ શબીર, સબરસ અલારખા, ગુલામ મોયુદીન, અનીલ ઉર્ફે જાવીદ તથા રફીક સેલોટનો સમાવેશ થાય છે. આવતીકાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાશે.