બીજ ગામે ખેતરમાં છીંડુ પાડવાની ના પાડતા ઢીબી નાંખ્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ફરી ક્યારેય ના પાડે તો મારી નાંખવાની ધમકી પ્રભાસ પાટણનાં બીજ ગામે ખેતરની વંડી પાડી છીંડુ કરવાની ના પાડતા પિતા-પુત્રએ મેર યુવાનને ઢીબી નાંખ્યો હતો. જ્યારે ફરીથી ક્યારેય ના પાડે તો મારી નાંખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ પ્રભાસ પાટણનાં બીજ ગામે રહેતા જેસીંગભાઇ ભૂપતભાઇ મેરનાં ખેતરની વંડી પાડી ગામનાં જ જીવા ભીખા મેર અને બાલુ જીવા મેર ત્યાંથી છીંડુ કરતા હતા.જેથી ભૂપતે ત્યાંથી તેમના ખેતરનો રસ્તો ન હોય છીંડુ પાડવાની ના પાડી હતી. ના સાંભળી ઉકળી ઉઠેલા પિતા પુત્રએ ઢીકા પાટુ અને લાકડાનાં ધોકા વડે જેસીંગને માર માર્યો હતો. તેમજ ફરી ક્યારેય ખેતરમાં છીંડુ પાડવાની ના પાડે તો મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી જેસીંગે આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ એમ.એમ.ચોટીયારાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.