જામનગરમાં ગાર્બેજ કલેક્શન યોજના નિષ્ફળ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મુંબઇની કંપનીનો કોન્ટ્રાકટ રદ કરવા યુવક કોંગ્રેસની માગણી : ૩૮.૫૦ કરોડનો કોન્ટ્રાકટ છતાં ૧૫ મહિના બાદ ફકત છ વોર્ડમાં કામગીરી જામ્યુકો દ્વારા શહેરમાંથી ઘનકચરો ઉપાડી તેનો નિકાલ કરવા ૩૮.૫૦ કરોડના ખર્ચે એન્ટોની કંપનીને કોન્ટ્રાકટ આપ્યાને ૬ માસનો સમયગાળો થવા છતાં માત્ર ૬ વોર્ડમાં હાલમાં કામગીરી થઇ રહી છે અને તેમાં પણ કંપની તદ્દન નિષ્ફળ રહેતાં કોન્ટ્રાકટ રદ્દ કરવા કમિશનરને યુથ કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં શહેર યુથ કોંગ્રેસે જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાએ ઘન કચરાના નિકાલ માટે ફેબ્રુઆરી-૨૦૧૧થી મુંબઇની એન્ટોની પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાકટ આપ્યો છે. આ કોન્ટ્રાકટ મુજબ કંપની દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરી તથા શેરી ગલી રસ્તા પરના કચરાના પોઇન્ટ ઉપરથી ઘનકચરો ઉપાડી સાન્ટીફીક રીતે તેનો નિકાલ કરવામાં આવે. મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટ આપ્યો તે પહેલાં ઘનકચરાના નિકાલ માટે ૭૫ છકડો રિક્ષા, ૭૫ ટ્રેકટર ટ્રેઇલર, ૬૫ કન્ટેનરનો થતો હતો. પરંતુ આ કોન્ટ્રાકટ આપતાની સાથે આ તમામ વાહનો હાલમાં સડી રહયા છે. ઉપરથી જા.મ.પા. દ્વારા એન્ટોની કંપનીને ૩૦ મીની ટીપર, ૬ કયુબીકના ૮ કોમ્પેકટર, જેવા સાધનોની ખુબ ઉદારતાપૂર્વક લ્હાણી કરી આપી છે. આ ઉપરાંત આ કંપનીને ૧૫૦૦ ચો.મી. જગ્યા વાહનોના પાર્કીગ, મેન્ટેનસ અને વર્કશોપ માટે ફકત રૂ.૧ ના ભાડા પટ્ટા ઉપર સાત વર્ષ માટે આપી દીધી છે. આ હદે કંપનીને સાધન સુવિધા અને આટલી વ્યવસ્થા છતાં પણ એન્ટોની કંપનીને ઘન કચરાના નિકાલ અંગેની કામગીરી તો શુન્ય જ છે. યોજના મુજબ કંપની દ્વારા જામનગરના ૧૯ વોર્ડમાં કામગીરી ડોર-ટુ-ડોર ગાબેgજ કલેક્શન કરવાની હતી. પરંતુ કોન્ટ્રાકટના પંદર માસ બાદ પણ ફકત છ વોર્ડ જ કામગીરી હાલમાં થઇ રહી છે. માટે કંપનીનો કોન્ટ્રાકટ રદ કરી અન્ય સફાઇ કામદારોની ભરતી કરવા માંગણી કરી છે. જો આ બાબતે ૧૫ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચિમકી યુથ કોંગ્રેસે આપી છે.