બનેવીએ બહેનને ત્રાસ આપતાં ભાઇએ ઝેરી દવા પી જીવ દીધો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં ભીલ યુવાને ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો છે. સાસરિયાઓએ બહેનને આપેલા દુ:ખ-ત્રાસનો આઘાત સહન નહીં થતાં યુવાને આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. જયારે અલિયાબાડા ગામે માનસિક બિમાર વૃધ્ધાએ સળગી જઇ જિંદગી ટુંકાવી લીધી હતી. જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરામાં રહેતાં વિશાલ ચંદુભાઇ લાઠીયા નામના ભીલ યુવાને ગુરૂવારે સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન જી.જી. હોસ્પિટલ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજયુ હતું. આ બનાવની મૃતકના પિતાએ જાણ કરતાં પોલીસે મૃતકનો કબજો સંભાળ્યો હતો. રાજકોટમાં રૈયા રોડ પર રહેતાં બનેવી ચેતન કડવાતરે મૃતકની બહેન વર્ષાને સતત દુ:ખ-ત્રાસ આપતો હતો. જેની સામે પોતે કંઇ ન કરી શકતાં અને બહેનને અપાતા ત્રાસના આઘાતથી કંટાળી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું હતું. જયારે અલિયાબાડા ગામે ગરીબેનવાઝ સોસાયટીમાં રહેતાં રઝીયાબેન તારમામદ (ઉ.વ.૭પ) મેમણ વૃધ્ધાએ ગુરૂવારે સળગી જઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન જી.જી. હોસ્પિટલ ખસેડાયેલા વૃધ્ધાનું ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું. છેલ્લા છ મહિ‌નાથી માનસિક બિમારી ઘર કરી જતાં મહિ‌લાએ જીવતરનો અંત આણ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું હતું.