સિહોરમાં દિકરી બની દીકરો, પિતાને આપી મુખાગ્નિ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર સૌરાષ્ટ્ર સમાચારના એજન્ટ અશોકભાઇ અમુલખરાય મહેતા (ઉ.વ.પ૬,આર.કે.ન્યૂઝ એજન્સી) આજે સવારે અખબાર વેચતા હતા ત્યારે અચાનક તેઓને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેઓ સાઇકલ પરથી પડી ગયા હતા. અને ઘડી ભરમાં તેઓનું હદય રોગના હુમલાથી તરત જ તેમનું મોત નિપજયું હતું. અશોકભાઇ મહેતા વર્ષોથી અખબારીક્ષેત્રે સંકળાયેલા હતા. તેઓના અવસાનથી મોઢ મહાજન સમાજમાં ઘેરો આઘાત વ્યાપ્યો છે. અશોકભાઇના નિધનથી ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અશોકભાઇની મોટી દીકરી કિંજલબેને પોતાના પિતાને અગ્નિ‌દાહ આપી પુત્રની ફરજ અદા કરી હતી.