દેગામમાં મકાનની છત વૃધ્ધા ઉપર પડતાં મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નજીકના દેગામ ગામે એક વૃધ્ધા ઉપર અચાનક તેમના જ મકાનની છત પડતા તેમનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર દેગામ ગામે રહેતા જીવીબેન ભુરાભાઈ સુંડાવદરા (ઉ.વ. ૯૦) નામના વૃધ્ધા પોતાના ઘરમાં બેઠા હતા. ત્યારે અચાનક મકાનની છત ટુટી પડી હતી. મકાનની છત અચાનક જ તુટી પડતા નીચે બેસેલા જીવીબેનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થો પોરબંદર ભાવસિંહજી સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું.