લીંબડીમાં જુથ અથડામણ, ત્રણ વ્યક્તિને ઈજા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલ રોડ પર સામસામે હલ્લામાં ત્રણ વ્યક્તિને ઈજા લીંબડીમાં હોસ્પિટલ રોડ પર બે જુથ વચ્ચે અથડામણ થતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. બે જુથનાં ટોળાઓ સામસામે હથિયારો સાથે એકબીજા પર તૂટી પડતા ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતાં. લીંબડી પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી નદી કાંઠા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ કાનજીભાઈ પરમાર ઉપર શૈલેષ ઉર્ફે છેલોભાઈ રત્નાભાઈ સોલંકી, મહેશભાઈ રેવાભાઈ, સંજયભાઈ હમીરભાઈ પરમાર તથા ત્રિભોવનભાઈ અરજણભાઈ પરમાર સાથે બોલાચાલી થતાં મારામારી થઇ હતી. આ હુમલામાં સુરેશભાઈ પરમારને ઇજા થતાં સારવાર માટે પ્રથમ લીંબડી અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતાં. સુરેશભાઈ પરમારે લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મારામારી બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ કરેલા હુમલામાં તુલસીભાઈ મોહનભાઈ જાદવ તથા બિપીનભાઈને પણ ઇજા પહોંચી હતી. જેમાં તુલસીભાઈની હાલત વધુ ગંભીર જણાતા તેઓને સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતાં. લીંબડી પોલીસ ટીમ ફરિયાદ નોંધવા અમદાવાદ તરફ રવાના થઇ હતી. એકાએક હોસ્પિટલ પર વાતાવરણ તંગ બનતા લીંબડી ડીવાય.એસ.પી. કોટડ, સી.પી.આઈ. રાજપૂત તથા લીંબડી પી.એસ.આઈ. એચ.જે.ભટ્ટ પોલીસ ટીમ સાથે દોડી પહોંચ્યા હતાં.