બાબરામાં યાર્ડમાં શુકનમાં ત્રણ હજાર મણ કપાસની આવક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તાપડીયા આશ્રમના મહંત ઘનશ્યામદાસ બાપુના હસ્તે યાર્ડનો પ્રારંભ બાબરા શહેરમાં આજથી માર્કેટયાર્ડનો શુભારંભ થતા તાલુકામાંથી ખેડુતો પોતાની જણસો લઇને માર્કેટયાર્ડ ખાતે વેચવા માટે આવી પહોંચ્યા હતા. માર્કેટયાર્ડમાં ૩ હજાર મણ કપાસની આવક થઇ હતી. આ તકે યાર્ડના ચેરમેન સહિત ડિરેક્ટરો અને ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. બાબરામાં માર્કેટયાર્ડનો આજે તાપડીયા આશ્રમના મહંત પુ. ઘનશ્યામદાસબાપુના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. માર્કેટયાર્ડમાં જણસોની હરરાજીની શરૂઆત કરવામાં આવી હતી. તાલુકામાંથી ખેડુતોએ કપાસ સહિતની ખેત જણસો યાર્ડ ખાતે લાવી વેચી હતી. માર્કેટયાર્ડમાં ત્રણ હજાર મણની કપાસની આવક થઇ હતી. કપાસનો ભાવ રૂ. ૭૫૧ થી ૯૦૧ સુધી રહ્યો હતો. પુ. ઘનશ્યામદાસબાપુએ ઇલેકટ્રીક કાંટો અને વે બ્રીજનુ ઉદ્દઘાટન કરી હરરાજીનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે ચેરમેન જીવાજીભાઇ રાઠોડ, ભીખાભાઇ કથીરીયા, રજનીભાઇ તન્ના, અજયભાઇ પંડયા સહિત ડિરેક્ટરો અને ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતાં.