કાલાવડ પંથકમાં યુવાનને શિશામાં ઉતારતી લુટેરી દુલ્હન એન્ડ કંપની

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લગ્નવાંચ્છુ ભરવાડ યુવાને લગ્ન કર્યા બાદ ડભોઇની યુવતી રૂ. ૧.૯૩ લાખના દાગીના લઇ છનન... કાલાવડ તાલુકાના મોટીમાટલી ગામે ભરવાડ યુવાનનું લુટેરી દુલ્હન એન્ડ કંપનીએ બે લાખના શીશામાં ઉતારી દીધાનો બનાવ પ્રકાશમાં આવતાં ચકચાર જાગી છે. તાલાલાના દલાલની મદદથી ભરવાડ યુવાને ડભોઇની યુવતિ સાથે લગ્ન કર્યા બાદ યુવતિ રૂ. બે લાખના ઘરેણાં તથા રોકડ રકમ સાથે નાશી છુટી હોવાનું સામે આવ્યું છે. કાલાવડ તાલુકા સહિત જિલ્લાભરમાં ચકચાર જગાવનાર પ્રાપ્તવિગત અનુસાર કાલાવડ તાલુકના મોટી માટલી ગામે રહેતાં બાબુભાઇ ભલાભાઇ બાંભવા નામના ભરવાડ યુવાને ગત એપ્રિલ માસ દરમિયાન જુનાગઢ જિલ્લાના તાલાલા ગીરમાં રહેતાં પ્રતાપભાઇ ભરવાડની મદદથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સિધ્ધપુર તાલુકામાં રહેતી ગીતાબેન બાબભાઇ કોળી યુવતિ સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના બે માસના ગાળા દરમિયાન ગીતાબેન સોના-ચાંદીના દાગીના તથા ઘરમાં રહેલી રોકડ રકમ સહિત રૂ. ૧૯૩૫૦૦ની મતા સાથે ઘર છોડી પરત માવતરે જતી રહી હતી.ભોગગ્રસ્ત બાબુભાઇએ યુવતિ તથા તેના પરીવારજનોનો સંપર્ક કરતાં પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઇ હોવાનું સામે આવ્યું છે. જેથી ભરવાડ યુવાને ગીતાબેન તથા તેના પરિવારને ઠાકોરભાઇ મોહનભાઇ કોળી, ભગવાનજીભાઇ કોળી, જયંતીભાઇ તથા પ્રતાપભાઇ ભરવાડ સહિતના શખ્સો સામે આઇપીસી કલમ-૫૦૬, ૧૨૦(બી) અને ૪૨૦ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવતા કાલાવડ પોલીસે ગુનો નોંધી વિધિવત તપાસ હાથ ધરી છે.