સ્વાઈન ફ્લૂમાં સપડાયેલા જિ.પંચાયતના કર્મીનું મોત

cause of swine flu zilla panchayat employee death
Bhaskar News

Bhaskar News

Feb 07, 2011, 02:37 AM IST
- મિલેટ્રી સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ છેલ્લા એક સપ્તાહથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લેતા હતા સ્વાઈન ફ્લૂ હજુ લોકોનો છેડો મુક્તો નથી. અગાઉ અનેક દર્દીઓને મોતના મુખમાં ધકેલી દીધા બાદ શાંત પડેલા સ્વાઈન ફલુએ ફરીવાર માથુ ઉંચકીયું છે. આજે રવીવારે વહેલીસવારે ભાવનગરના યુવકનું સ્વાઈન ફ્લૂની સારવાર દરમિયાન મોત નપિજવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્તવિગતો મુજબ ભાવનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ઘનશ્યામસિંહ કિરીટસિંહ ઝાલા (ઉં.વ.૪૫) મિલેટ્રી સોસાયટીમાં રહે છે. ગત સપ્તાહે તેઓ તાવની સામાન્ય બિમારીમાં લપેટાયા હતા. દરમિયાનમાં તેઓએ વધુ સારવાર લેતા સ્વાઈન ફ્લૂ પોઝીટીવનો રિપોર્ટ આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી ઘનશ્યામસિંહ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જેઓનું રવીવારે વહેલી સવારે ૫.૩૫ કલાકે મોત નિપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ હાલહજુ એક સ્વાઈન ફ્લુ પોઝીટીવના દર્દી આ જ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. ગત વર્ષે શિયાળામાં જીવલેણ બનેલા આ રોગે આ વર્ષે શિયાળાના અંતે દેખા દીધા છે અને વધુ એક ભોગ લીધો છે.
X
cause of swine flu zilla panchayat employee death

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી