ધ્રાંગધ્રામાં ૩.૫૦ લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા-જોગાસર રોડ પર સિટી પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. જોકે, આ કાર મૂકીને આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. ધ્રાંગધ્રા સિટી પોલીસે બે દિવસ પહેલા રૂપિયા ૪ લાખના વિદેશી દારૂ અને જીપ સાથે બે વ્યક્તિને ઝડપી લીધા હતા. ત્યારે જોગાસર રસ્તા પર શંકાસ્પદ હાલતમાં સેન્ટ્રો કાર નીકળતા સિટી પી.આઇ. કે.એમ.જાડેજા, ખુમાનસિંહ, મદીનખાન, રણજીતસિંહ, જશુભા સહિતનાઓએ કારનો પીછો કરતા કાર ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. આથી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ૩૦૬ બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા ર લાખ અને સેન્ટ્રો કાર કિંમત રૂપિયા ૧.૫૦ લાખ સાથે ઝડપી લીધી હતી. આ બનાવમાં આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આથી નાસી છુટેલ શખ્સ વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. વાય.બી.ગોહિલ ચલાવી રહ્યા છે.