બે સ્થળે જુગારની રેઇડ : ૧૮ ઝડપાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામાં પોલીસે જુગારના જુદાજુદા બે દરોડામાં ૧૮ શખ્સોની રૂ. દસ હજાર કરતા વધુ માલમતા સાથે ધરપકડ કરી હતી. બાબરામાં સુખપુરમાંથી ૮ જુગારી તથા લાઠીમાંથી ૧૦ જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાબરા તાલુકાના સુખપુર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા અશોક કરશન, ભરત વશરામ, મુન્ના બાલા, ઉકા માધા, ધીરૂ જેરામ, ઉમેશ ભરત, વલ્લભ મોહન તથા સુભાષ દોલા કોળી નામના જુગારીઓની પોલીસે ધરપકડ કરી હતી. સુખપુરના ઉકા માધા નામના શખ્સની વાડીમાં જુગાર ચાલતો હતો ત્યારે પુર્વ બાતમીના આધારે બાબરા પોલીસ ત્રાટકી હતી. પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે રૂ. ૩૧૮૦ ની રોકડ રકમ પણ કબજે લીધી હતી. જુગારનો અન્ય એક દરોડો લાઠીમાં પાડવામાં આવ્યો હતો. લાઠીમાં જાહેરમાં જુગાર રમી રહેલા અશોક જીવરાજ, અરવિંદ નનુ, ભાવેશ ભીમજી, બાબુ રામજી, હરેશ બાબુ, મહેન્દ્ર બચુ તથા પ્રકાશ દિનકર સહિત ૧૦ શખ્સોની લાઠી પોલીસે અટકાયત કરી હતી. આ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ પ્રસર્યો છે.