રક્તદાન દિનની ભાવનગરમાં થશે રાજ્ય કક્ષાની ઉજવણી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તા.૧ ઓક્ટોબરે રાજ્યના ૨૦૦ રક્તદાતા, સ્વૈચ્છિક સંસ્થાઓ અને કેમ્પ આયોજકોનું ભવ્ય સન્માન કરાશે ભાવનગર ગુજરાતમાં રક્તદાન ક્ષેત્રમાં સમગ્ર રાજ્યમાં ટોચના ક્રમાંકિતોમાં હોય આગામી તા.૧ ઓક્ટોબરે ગુજરાત સ્ટેટ એઇડઝ કન્ટ્રોલ સોસાયટી દ્વારા ભાવનગર બ્લડ બેન્ક અને અન્ય બ્લડ બેન્કોના યજમાનપદે ભાવનગર શહેરમાં રાજ્ય કક્ષાના સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી આગામી તા.૧ ઓક્ટોબર,૨૦૧૨ના દિવસે થવાની છે. આ અંગે માહિ‌તી આપતા ભાવનગર બ્લડ બેન્કના સંજયભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે આ અવસર માત્ર ભાવનગર બ્લડ બેન્ક પૂરતો જ સીમિત નથી પણ સમગ્ર શહેર અને જિલ્લાની બ્લડ બેન્કો તેમજ આ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, કેમ્પ આયોજકો અને ખાસ તો સ્વૈચ્છિક રક્તદાતાઓ માટે યાદગાર અવસર છે. આ પ્રસંગે તા.૧ ઓક્ટોબરને સોમવારે ભાવનગર શહેરમાં સવારે એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૧ ઓક્ટોબરે સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન શહેરના શિવશક્તિ હોલમાં સન્માન કાર્યક્રમ યોજાશે જેમાં ૨પ૦થી વધુ બોટલ સ્વૈચ્છિક રક્તનું કર્યુ હોય તેવા કેમ્પના આયોજક સંસ્થાઓ, તા.૩૧-૧૦-૨૦૧૧થી તા.૩૦-૯-૨૦૧૨ સુધીના એક વર્ષના સમયગાળામાં બ્લડ ડોનેશનમાં પ૦, ૭પ કે ૧૦૦ વખત રક્તદાનનો આંક આંબનારા રક્તદાતાઓનું બહુમાન કરવામાં આવશે. જેમાં રાજ્યભરના ૨૦૦ જેટલા રક્તદાતાઓનું સન્માન કરવામાં આવશે.