આવતીકાલથી ભાજપ નિરીક્ષકોનાં જુનાગઢમાં ધામા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નવ બેઠકો માટે પક્ષનાં ઉમેદવારોની પસંદગી કવાયત : ૨૦ ઓક્ટોબરથી બે દિવસસુધી સેન્સ લેશે : પહેલાં કેશોદનો વારો - દરેક બેઠકો ઉપર દાવેદારોની કતાર લાગે તો નવાઈ નહી હોય : નિરીક્ષકો સમક્ષ હાજર થવા વ્યૂહ બાજી પણ ઘડી રહ્યાં છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાનાર છે. જેના પગલે જૂનાગઢ જિલ્લાની નવ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી કરવા માંગતા કાર્યકર્તાઓને સાંભળવા માટે તા.૨૦ ઓક્ટોબરથી બે દિવસ માટે ભાજપનાં ત્રણ નિરીક્ષકો જૂનાગઢમાં આવનાર છે. પ્રથમ કેશોદ બેઠક માટેનાં ઉમેદવારોને સાંભળશે. ભાજપનાં નિરીક્ષકો સેન્સ લેવા આવતા હોય ત્યારે ઉતેજના ફેલાય છે. વિધાનસભાની બેઠક માટે ટીકીટ ઇચ્છુક નેતાઓ ગોધડફાયર ગણાતા રાજકીય માંથાઓની આસપાસ ચક્કર લગાવવા માંડ્યાં છે. તો કેટલાક ઉમેદવાર પોતાની ટીકીટ ‘‘પાકી’’ ગણી પોતપાતાનાં મતક્ષેત્રમાં કામે પણ લાગી ગયા છે. ખાનગી રાહે ગાંધીનગર સુધીનાં ધક્કા શરૂ કરી દીધા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની નવ બેઠક માટે ભાજપનાં નિરીક્ષકો સેન્સ લેવા માટે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ માધાભાઇ બોરીચા, મહામંત્રી પ્રદિપભાઇ ખીમાણી, વિનુભાઇ કથીરીયા, શૈલેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સોરઠની નવ વિધાનસભા બેઠક માટે નિયુકત કરેલા નિરીક્ષક પ્રદિપસિંહ જાડેજા, કમલેશભાઇ પટેલ, વિભાવરીબેન દવે બેઠક પર દાવેદારી કરવા માંગતા કાર્યકર્તાઓને સાંભળવા આવી રહ્યા છે. જે વડાલ નજીકનાં ક્રિષ્ના હોટલ ખાતે તા.૨૦ ઓક્ટોબરનાં સવારે ૧૦ થી ૧૨ કેશોદ, ૧૨ થી ૨ માંગરોળ, ૩ થી ૫ તાલાલા, ૫ થી૭ વેરાવળનાં દાવેદારોને સાંભળશે. અને તા.૨૧ ઓક્ટોબરના સવારે ૯ થી ૧૦ માણાવદર, ૧૧ થી ૧ ઊના, ૨ થી ૪ કોડીનાર, ૪ થી ૬ વિસાવદર અને ૬ થી ૮ જૂનાગઢનાં કાર્યકર્તાઓને મળશે. ભાજપનાં નિરક્ષકો સેન્સ લેવા આવતા હોય ભારે ઉત્તેજના ફેલાય છે. ઉલ્લેખનીય એ છે કે, અગાઉ સોરઠની નવ બેઠકો માટે કોંગ્રેસે નિરીક્ષકો મોકલેલા તેઓએ પણ અહીંનાં બિલખા રોડ પર આવેલ વોટરપાર્કમાં બે દિવસ ઉમેદવાર અંગે સેન્સ કાર્યવાહી કરી હતી. હવે ભાજપની કવાયત શરૂ થનાર છે તો જીપીપી પણ હોમગ્રાઉન્ડમાં આ કાર્યવાહી કેવી રીતે કરે છે તેના ઉપર રાજકીય લોકોની મીટ મંડાઈ છે. - કેટલાક ઉમેદવારો હાઈટેક પ્રોફાઈલ માટેની તૈયારીમાં વ્યસ્ત પ્રવર્તમાન સમય હાઈટેક યુગનો હોય ત્યારે ઉમેદવારો પણ છેલ્લા કેટલાય દિવયથી ઉમેદવારી સમયે અસર કારક પ્રેઝન્ટેશન રજુ કરવા તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. મોટા ભાગની બેઠકોનાં દાવેદારોએ કમ્પ્યૂટર પ્રોફાઈલ, આ પ્રોફાઈલમાં વિવિધ ફોટોગ્રાફ, સિદ્ધીઓ સહિતને ડોકયુમેન્ટ્રી ફીલ્મની જેમ વણર્વી છે. જેમાં નિરીક્ષકોનાં આગમનનું કાઉન્ટ-ડાઉન શરૂ થયું છે ત્યારે આ પ્રોફાઈલને આખરી ઓપ અપ આપી રહ્યા છે. - સર્કીટ હાઉસમાં આચારસંહિતા, ધાબા અને ફાર્મહાઉસમાં બેઠક ભાજપની મોટાભાગની બેઠકો સરકારી સર્કીટ હાઉસમાં થતી હોય છે. પરંતુ ગત ૩ ઓક્ટોબરથી આચારસંહિતા અમલમાં આવતા આ સિર્કટ હાઉસમાં રાજકીય પ્રવેશ નિષેધ થતા પ્રસંદગીના સ્થળ માટે પણ ફાર્મ હાઉસની પ્રસંદગી થઈ રહી છે. જેમાં સોરઠ માટે આવનારા આ નિરીક્ષકો વડાલ નજીકની એક હાઈવે પરનાં ધાબા પર આ કાર્યવાહી કરનાર છે.