બેદરકારીને લીધે પુરાતન સ્થાપત્યોનું સૌંદર્ય નષ્ટ

ભાવનગર જિલ્લાના દસેય ઐતિહાસિક સ્મારકો જર્જરિત થઈ ગયા

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Oct 21, 2011, 06:19 AM
bhavnagar's acient place in bad position
નધણિયાતી હાલત અને જાળવણીના અભાવે ભાવનગર જિલ્લાના દસેય ઐતિહાસિક સ્મારકો જર્જરિત થઈ ગયા bhavnagar ભાવનગર શહેર-જિલ્લામાં ગુજરાત રાજ્ય સરકારના પુરાતત્વ ખાતા દ્વારા આરક્ષિત કરાયેલા અને ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતા દસ સ્મારકો હાલ સરકારી તંત્રની બેજવાબદારીભરી નીતિને લીધે સાવ નધણિયાતી હાલતમાં છે. ભાવનગર શહેરમાં જ ગંગાદેરી સહિતના ત્રણ સ્મારકો રક્ષિત જાહેર કર્યા બાદ પૂરતી દેખરેખ અને જાળવણીના અભાવે જર્જરિત થઈ ગયા છે. ગંગાદેરીના તો કાંગરા પણ ખરવા લાગ્યા છે. ઉપરાંત સફેદ ટાઈલ્સ પ્રદૂષણથી કાળી પડી ગઈ છે.આ અંગે વખતોવખત રજૂઆત છતાં કોઇ નકકર પરિણામ આવ્યુ નથી. ગુજરાત સરકારના સ્પોર્ટસ, યુથ એન્ડ કલ્ચરલ એક્ટીવિટીઝ ડિપાર્ટમેન્ટ હેઠળના પુરાતત્વ ખાતા દ્વારા ભાવનગર જિલ્લામાં જે ૧૦ સ્મારકોને આરક્ષિત જાહેર કરાયા છે તેમાં ભાવનગર શહેરમાં ગંગાદેરી (ગંગા છત્રી), જુના દરબારગઢની હેરતરણી અને ભવનાથના મંદિરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિહોરમાં બ્રહ્નકુંડ અને સાત શેરી, બુધેલમાં હડપ્પીય ટિંબા, મહુવામાં કળસરામાં ફિરંગી દેવળ, તળાજામાં ગોપનાથ મંદિર અને ધર્મશાળામાં છત અને દિવાલ ઉપરના ચિત્રો, વલભીપુરના લોલીયાણાના મિનારા અને ગુંદી ગામમાં આવેલા પ્રાચીન મંદિરનો સમાવેશ થાય છે. આ દસેય પુરાતત્વીય આરક્ષિત સ્મારકો પ્રત્યે પ્રવાસીઓને આકર્ષણ જાગે તેવું કોઈ આયોજન કરવાને બદલે તેની જાળવણીમાં પણ્ તંત્રની અક્ષમ્ય બેદરકારી સ્પષ્ટ જોવા મળે છે. ભાવનગર શહેરમાં ગંગાદેરી કે ભવનાથનું મંદિર હોય કે પછી સિહોરનો બ્રહ્નકુંડ કે સાત શેરી જેવા ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતા સ્મારકો હોય. સરકારી તંત્રની બેજવાબદારીભરી નીતિને લીધે આ સ્મારકો લગભગ જર્જરિત થઈ ગયા છે. ભાવનગરમાં દરબારગઢ ખાતે જે કલાત્મક કોતરણી છે તે અને સિહોરના બ્રહ્નકુંડમાં એક-એક પગથિયે જે કલાત્મક મૂર્તિઓ છે તેનું સૌંદર્ય જાળવણીના અભાવે લગભગ નાશ પામ્યું છે. સ્મારકોને અત્યંત જાળવણીપૂર્વક સાચવી પર્યટન સ્થળ બનાવવામાં આવે છે જ્યારે આપણે ત્યાં આ ઈતિહાસ સાચવી રાખેલા સ્મારકો નધણિયાતી હાલતમાં છે.

X
bhavnagar's acient place in bad position
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App