અમદાવાદ પછી ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર અને જિલ્લામાં જૂન માસનાં આરંભે પણ મે માસના મધ્ય જેવી કાળઝાળ ગરમી વરસી રહી છે. શહેરનું મહત્તમ ઉષ્ણતામાન ૪૧.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતું. તો હવામાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૬ કિલોમીટરની રહેતા બળબળતી લૂ બપોરે નગરજનો અને ખાસ તો વાહનચાલકો માટે દાહક બની રહી હતી. હવે ભાવેણાવાસીઓ વરસાદની રાહ જોઇ રહ્યાં છે. ગોહિ‌લવાડમાં દર વર્ષે જૂનના આરંભે પારો દિન-પ્રતિદિન ગગડતો જતો હોય છે પણ આ વર્ષે ઠંડીની જેમ ગરમીની ઋતુ પણ મોડી શરૂ થઈ હોય જૂનના પ્રથમ સપ્તાહમાં ગ્રિ‌ષ્મ ઋતુના મધ્યાહન જેવી ગરમી પડી રહી છે.