દિવ્ય ભાસ્કરે સમાચારોની ‘સુટેવ’ પાડી અને ગુટખાની ‘કુટેવ’ને તિલાંજલિ અપાવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જુનાગઢમાં અમરેલી, પોરબંદર, સોરઠ, દીવ અને જુનાગઢ શહેરનાં એજન્ટ મિત્રો અને વિતરક બંધુઓની ઉપસ્થિતિમાં યોજાયો વર્ષ ૨૦૧૧/૧૨નો લક્કી ડ્રો - દિવ્ય ભાસ્કરે સમાચારોની ‘સુટેવ’ પાડી અને ગુટખાની ‘કુટેવ’ને તિલાંજલિ અપાવી દિવ્ય ભાસ્કરની જૂનાગઢ આવૃત્તિનો વર્ષ ૨૦૧૧-૧૨ ની વાર્ષિક લવાજમ યોજનાનો ઇનામી ડ્રો આજે જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને દીવ જિલ્લાનાં દિવ્ય ભાસ્કરનાં એજન્ટો અને જૂનાગઢ શહેરનાં વિતરક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં આજે યોજાયેલા ઇનામી ડ્રો માટેનાં કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કરનાં સૌરાષ્ટ્રનાં ઓપરેશન્સ હેડ રાકેશ ચતુર્વેદી, ડેપ્યુટી એડીટર ધર્મેશ વૈધ્ય, યુનિટ હેડ રૂપેશ સેન, જૂનાગઢનાં સરકર્યુંલેશન હેડ રાકેશ શેઠ, વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્વાગત પ્રવચનમાં બોલતાં ડે. એડીટર ધર્મેશ વૈધ્યે જણાવ્યું હતું કે, જૂનાગઢ આવૃત્તિએ વાર્ષિક ઇનામી ડ્રોનાં કાર્યક્રમમાં એજન્ટોને મહત્વ આપીને અન્ય યુનિટોને એક શીખ આપી છે. અમે જ્યારે જૂનાગઢ-સોમનાથનાં નામો મેનેજમેન્ટનાં મોઢે સાંભળીએ ત્યારે અમારી છાતી ગજગજ ફૂલે છે. છેલ્લો ગુટખા અને સોમનાથ જિલ્લા માટેની જનમત ઝૂંબેશ બાદ એક વાંચકે તો પત્ર લખ્યો, દિવ્ય ભાસ્કરે સુટેવ અને કુટેવનો અજબ સંયોગ રચ્યો છે. સારું વાંચવાની સુટેવ પાડી અને ગુટખાની કુટેવ માટે ઝૂંબેશ ચલાવી. નવાઇની વાત એ છે કે, તમામ રજૂઆતો જૂનાગઢનાં આંગણેથી ઉઠી છે. નાનાં ગામડાંનો એજન્ટ હોય કે મોટા શહેરમાં બેઠેલો, દિવ્ય ભાસ્કરમાંથી ફોન જાય એટલે રાત્રે પણ દોડીને ફોટા મોકલે. આપણે બધાંથી જુદું, વિશેષ અને બધા સમજી શકે એવું આપવું છે. જૂનાગઢને દિવ્ય ભાસ્કરનાં મેનેજમેન્ટે બિઝનેસ માટે નહીં પરંતુ સેન્ટરની દ્રષ્ટિએ એક આવૃત્તિ તરીકે વિકસાવ્યું છે. આ બધો જ યશ ઘેર ઘેર અખબાર પહોંચાડનાર એજન્ટ અને વિતરક મિત્રોને હું આપું છું. દિવ્ય ભાસ્કરનાં સૌરાષ્ટ્રનાં ઓપરેશન્સ હેડ રાકેશ ચતુર્વેદીએ એજન્ટો અને વિતરકોને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, આપનું કામ સહુથી કિઠન છે. ઘરમાં સારો પ્રસંગ હોય કે માઠો, અખબારો વાંચક સુધી સમયસર પહોંચાડવાની ચિંતા હરહંમેશ હોય છે. દિવ્ય ભાસ્કર આપનાં સાથ સહકારથી આ મુકામ પર પહોંચ્યું છે અને હજુ આગળ વધતું રહે એવી મારી આપ સહુને શુભકામના. આ પ્રસંગે ગુજરાત-૨નાં એકઝીકયુટીવ એડીટર કાનાબાંટવાએ તમામ એજન્ટો અને વિતરકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જ્યારે જૂનાગઢનાં યુનિટ હેડ રૂપેશ સેને જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કરની ટીમ અહીં મજબૂત છે. દિવ્ય ભાસ્કર આવૃત્તિની શરૂઆતથીજ વર્લ્ડ કપ ફાઇનલનું મોટા પડદે પ્રસારણ, હેરિટેજ વોક, વોલ પેઇન્ટિંગ, સિનીયર સીટીઝનો માટે શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવનાં દર્શન, સોમનાથ ખાતે કાઇટ ફેસ્ટીવલ, વગેરે થકી લોકાભિમુખ અધ્યાયની હારમાળા સર્જી છે. મનમાં વિશ્વાસ હોય તો કોઇ પણ વસ્તુ અશક્ય નથી. મગજમાં પોઝીટીવ વિચારો હોય તો દરેક અસંભવિત લાગતું કાર્ય પણ સંભવ બને છે. અને એ વાત આ જ ટીમ કરી શકે. કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કરની જૂનાગઢ આવૃત્તિનાં માર્કેટિંગ મેનેજર રાજેશ તીવારી, આસી.મેનેજર પ્રશાંત સોનપાલ, પ્રોડક્શન હેડ સુરેશ ત્રિવેદી, ડેસ્ક હેડ નિમીષ ઠાકર, ઈન્દ્રવદનસિંહ ઝાલા, સરમણ રામ, એકાઉન્ટ હેડ વિજય શાહુ, પ્રાર્થ ભટ્ટ, સરકયુલેશન વિભાગનાં મનોજ શીંગરખીયા, હાર્દીક વાઘેલા, સૌરભ ગુપ્તા, યતિન બોરીસાગર, અમરેલીનાં બ્યુરો ચીફ દિલીપ રાવલ સહિત તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ચીફ રીપોર્ટર અર્જુન ડાંગરે પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. - આ રહ્યાં પ્રથમ ચાર ભાગ્યશાળી વિજેતા પ્રથમ ઈનામ ૨ બજાજ ડસ્કિવર બાઈક ૧.કુસુમબેન જે. મશરૂ, ન્યુ ફલેશ એજન્સી-માણાવદર ૨.રાજેશભાઈ મકવાણા, દપિાલી ન્યૂઝ. એજન્સી- શાપુર દ્વિતીય ઈનામ ૨ મહિન્દ્રા ડયુરો ૧.લખમણભાઈ એમ.બારડ, નિલકંઠ ન્યૂઝ. એજન્સી-કાજલી ૨.વિટ્ઠલભાઈ બી.પરમાર, ગણેશ ન્યૂઝ. એજન્સી-અમરેલી તૃતિય ઈનામ ૫ એલસીડી ટી.વી. ૧.દિલીપભાઈ એ.ગોહેલ, રાવલ ન્યૂઝ. એજન્સી-બાબાપુર ૨.નંદાભાઈ શેઠ, મારૂતિ ન્યૂઝ. એજન્સી- બાંટવા ૩.ભરતભાઈ એચ.મોરી, મહાકાળી ન્યૂઝ. એજન્સી-કોડીનાર ૪.હિમાંશુ નથવાણી, ગણેશ ન્યૂઝ. એજન્સી-અમરેલી ૫.આર.એચ.ગોહેલ, ખખ્ખર ન્યૂઝ. એજન્સી-વેરાવળ ચોથુ ઈનામ ૧૧ વોશીંગ મશીન ૧.રામભાઈ એમ.ગોઢાણીયા, દપિક ન્યૂઝ. એજન્સી-બગવદર ૨.કિરીટભાઈ ભરાડ, પ્રવિણભટ્ટજી એજન્સી-બાબરા ૩.કૈલાસભાઈ એમ.ચુડાસમા, ઉત્સવ ન્યૂઝ. એજન્સી- ચોરવાડ ૪.શૈલેષકુમાર ડી.વાઘેલા, મનિષ ન્યૂઝ. એજન્સી-બિલખા ૫.એચ.આર.રાદડીયા, રાદડીયા ન્યૂઝ. એજન્સી-બગસરા ૬.અતુલભાઈ દરબાર, ગણેશ ન્યૂઝ. એજન્સી-અમરેલી ૭.બાબુભાઈ એલ.વડેરા, ગણેશ ન્યૂઝ. એજન્સી- અમરેલી ૮.દિનેશભાઈ કે.ગાવડીયા, ખખ્ખર ન્યૂઝ. એજન્સી-વેરાવળ ૯.નિકુંજભાઈ ખખ્ખર, ખખ્ખર ન્યૂઝ. એજન્સી-વેરાવળ ૧૦.દિલીપભાઈ ખખ્ખર, ખખ્ખર ન્યૂઝ. એજન્સી-વેરાવળ ૧૧.કિશોરકુમાર એમ.ગણાત્રા, વિનાયક ન્યૂઝ.એજન્સી-જુનાગઢ - જૂનાગઢમાં યુનિટ સ્થાપવાની હિંમત ભાસ્કરે દાખવી છે કાર્યક્રમ દરમ્યાન એજન્ટોએ પોતપોતાનાં પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. જેમાં તાલાલાનાં એજન્ટ જીતેન્દ્ર માંડવિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ એવું સેન્ટર છે કે જ્યાં અન્ય અખબારોએ યુનિટ સ્થાપવાની હિંમત કરી નહોતી. ફકત જગ્યા લઇને રાખી દીધી હતી. જ્યારે દિવ્ય ભાસ્કરે અહીં યુનિટ સ્થાપવાની હિંમત સૌપ્રથમ વખત દાખવી છે. આ માટે દિવ્ય ભાસ્કરનાં મેનેજમેન્ટનાં અમે આભારી છીએ. તેમણે આ તકે દિવ્ય ભાસ્કરનાં એકઝીકયુટીવ એડીટર કાના બાંટવાને ખાસ યાદ કરી જૂનાગઢ આવૃત્તિ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું જણાવ્યું હતું. - દિવ્ય ભાસ્કરે ૮ વર્ષમાં કર્યું એ બીજાએ ૫૦ વર્ષમાં નથી કર્યું વેરાવળનાં રમેશભાઈ ખખ્ખરે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં યુનિટ થવાથી દિવ્ય ભાસ્કર જાણે આપણાં ઘર આંગણે જ હોવાની પ્રતિતી થાય છે. દિવ્ય ભાસ્કરે ૮ વર્ષમાં જે કર્યું એ બીજા અખબારો છેલ્લા ૫૦ વર્ષમાં નથી કરી શક્યા. - વિકાસની વાત ઉઠાવવામાં અગ્રેસર જૂનાગઢનાં એજન્ટ હિતેષ વડેરાએ જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કર માત્ર અખબારી ધર્મજ નથી બજાવ્યો. પરંતુ સમાજનો, લોકોનો, શહેરનો, રાજ્યનો વિકાસ કેમ થાય તેની ચિંતા કરી છે. - સારી ટીમ થકી જ અવ્વલ રહી શકાય પોરબંદરનાં એજન્ટ અશ્વિન ચોલેરાએ જણાવ્યું હતું કે, સારી ટીમ થકી અવ્વલ રહી શકાય તેનું ઉદાહરણ દિવ્ય ભાસ્કરે પુરૂં પાડ્યું છે. આ માટે મેનેજમેન્ટનો સહયોગ પણ સારો એવો રહ્યો છે.