બાગાયત સહાયના લાભાર્થી છે પણ લાભ ફદિયાનો નહીં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લાખો રૂપિયાના સાહસથી તૈયાર થતા પેક હાઉસ માટે બે વર્ષથી વણથંભી અરજીઓ આવે છે,પણ કચેરીમાં જ થંભી જાય છે રાજ્ય સરકારની વણથંભી યાત્રા આગળ વધી રહી છે. પણ ખેડૂતોની યાત્રા થંભી ગઇ હોય તેમ બાગાયત ખેતી તરફ સાહસ કરતા ખેડૂતોની અરજીઓ વગર લાભે જ થંભી જાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લાભાર્થીઓ સહાય માટે અરજી તો કરે છે. પણ લાભ કોઇ મળતો જ નથી. ભાવનગર જિલ્લામાં સાહસશીલ ખેડૂતોની સંખ્યા વધી રહી છે. માત્ર વરસાદ આધારિત ખેતીના બદલે ટેકનોલોજી અપનાવતા ખેડૂતો કાંડા બળથી આગળ આવી રહ્યા છે. ત્યારે ખેતીમાં ખાસ કરીને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થાય અને બાગાયત પાકના ઉત્પાદનમાં વધારો થાય તેવા હેતુંસર પેક હાઉસની યોજના છે. જેમાં રાજ્ય સરકાર ખર્ચના પ૦ ટકા સબસીડી આપે છે. પરંતુ આ યોજના મર્યાદિત બની ગઇ છે. કેમ કે, ગત વર્ષે સને. ૨૦૧૧/૧૨માં માત્ર ૧૮ લાર્ભીથીઓને સહાયનો લક્ષ્યાંક હતો જેની સામે ૩૧૨ અરજી આવી હતી. જોકે તેની સામે ૨૩.૯૯ લાખની સહાય ચૂકવાય હતી. આ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન પણ અત્યાર સુધીમાં અધધ..૩૩૬ અરજી આવી ગઇ છે. તેની હવે બાગાયત કચેરી દ્વારા અરજી સ્વીકારવાનું જ બંધ કરી દેવાયું છે તો આ આવેલી અરજીમાં માત્રને માત્ર ૨૮ લાભાર્થીઓને સહાય આપવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૩૯.૬૪ લાખ સહાય ચૂકવવામાં આવી છે. બાગાયત ક્ષેત્રે ધીરે ધીરે ખેડૂતોનું આકર્ષણ વધ્યું છે. ખેડૂતો એટલે કે લાભાર્થીઓનું લાંબું લીસ્ટ થાય છે. પણ સહાય ગણ્યા ગાઠયા લોકોને જ મળે છે. જો કે આ લાભાર્થીઓને ખેતીવાડી વિભાગમાં ગ્રામિણ ભંડાર યોજના હેઠળ સમાવષ્ટિ કરવાની વિચારણા ચાલી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.