હલાણ બંધ કરવાનાં મનદુ:ખમાં યુવતી પર નિર્લજ્જ હુમલો

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોડીનારનાં દામલી ગામે પુલ પર યુવતીને ‘છેડી’ તેના ભાઇને માર્યો કોડીનાર તાલુકાનાં દામલી ગામે પુલ પર યુવતીને આંતરી લઇ નિર્લજ્જ હુમલો કર્યા બાદ તેનો ભાઇ વચ્ચે પડતાં તેને પણ માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. યુવતીનાં પિતાએ હુમલાખોરો સામે હલાણ બંધ કરવા અંગેની ફરિયાદ કર્યાનાં મનદુ:ખમાં આ બનાવ બન્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કોડીનાર તાલુકાનાં દામલી ગામે રહેતા જીવાભાઇ માંડણભાઇ સોલંકીની વાડીનું હલાણ રણશી મેણશી અને મનુ મેણશીએ બંધ કરી દીધું હતું. આથી જીવાભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેનાં મનદુ:ખમાં ગત તા. ૧૬ જુલાઇનાં રોજ સાંજે ૭ વાગ્યાનાં અરસામાં જીવાભાઇની પુત્રી જયા(ઉ.૨૦) પોતાનાં ભાઇ સાથે ગામનાં પુલ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે અણશી મેણશી, અરશી જેઠા, મનુ મેણશી અને કરશન જેઠાએ તેને રસ્તામાં આંતરી લીધી હતી અને તેના પર નિર્લજ્જ હુમલો કર્યો હતો. ચારેય પૈકી રણશી અને અરશીએ તેને કહ્યું અહીં આવ અને બાદમાં તેને નીચે પછાડી દીધી હતી. એ વખતે જયાનો ભાઇ વચ્ચે પડતાં તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. આથી જયાએ ચારેય સામે કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ પીએસઆઇ એમ. એમ. યાદવ ચલાવી રહ્યા છે.