પોરબંદરમાં બહેનની છેડતી કરનાર યુવાનને છરી ઝીંકી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં બહેનની મશ્કરી કરવા બાબતે થયેલા મનદુ:ખને કારણે યુવાન ઉપર છરી વડે હુમલો થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોરબંદરના સોલ્ટના દંગામાં, મેલડી માતાજીના મંદિર પાસે રહેતા સંજય શ્રીનીવાસીભાઈ ફંડાસી (ઉ.વ. ૨૨) એ અગાઉ મુકેશ બાબુભાઈ મારવાડીની બહેનની મશ્કરી કરી હતી. જે બાબતે મુકેશે મનદુ:ખ રાખીને સંજયને ખભા તથા પડખાના ભાગે છરીના ઘા મારી ઈજા કરી હતી. આ હુમલા દરમિયાન સુરેશ પ્રેમજી કોળી નામના શખ્સે સંજયને પકડી રાખ્યો હતો. સંજયને લોહી નીગળતી હાલતમાં પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ સ્થિતિ ગંભીર જણાતા તાકિદે વધુ સારવાર અર્થો સંજયને જામનગર હોસ્પિટલે ખસેડાયો હતો.