ગોપાલગ્રામમાં કાઠી યુવાન પર આઠ શખ્સોના ટોળાના હુમલો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીની નાંદ તોડી નાખવાના મુદ્દે કુહાડી ધારીયા જેવા હથિયારથી તુટી પડ્યાંં ચલાલા તાબાના ગોપાલગ્રામ ગામે ગઇકાલે ઘર પાસે રાખેલ પાણીની નાંદ તોડી નાખવાના મુદ્દે આઠ કાઠી શખ્સોના ટોળાએ એક યુવાન પર કુહાડી અને ધારીયા વડે હુમલો કરી તેને ઘાયલ કરી દેતા આ બારામાં ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મારામારીની આ ઘટના ચલાલા તાબાના ગોપાલગ્રામ ગામે બની હતી. જ્યાં રાજુભાઇ દિલુભાઇ વાળા (ઉ.વ.૩૨) નામના કાઠી યુવાન પર તે જ ગામના હકુ સુરગભાઇ, ઉમેદ સુરગભાઇ, રાજુ દડુભાઇ, વનરાજ દડુભાઇ, જયરાજ દડુભાઇ, મના જીલુભાઇ સહિત આઠ શખ્સોના ટોળાએ હુમલો કર્યો હતો. રાજુભાઇએ હકુ સુરગભાઇના ઘર પાસે રાખેલી પાણીની નાંદ તથા ટબ તેણે તોડી નાખ્યા હતા. જેથી આ અંગે ઘરે ઠપકો દેવા જતા તમામ શખ્સો તેના પર કુહાડી ધારીયા અને લાકડી જેવા હથિયારથી તુટી પડ્યા હતા. ઘાયલ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જ્યાં તેણે આઠેય શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અન્ય એક ઘટનામાં બગસરામાં નટવરનગરમાં રહેતા બાવકુ ધીરૂભાઇ ચારોલા (ઉ.વ.૧૮) નામના યુવક તથા તેના ભાઇ જગુ પર વલ્લભ પાંચા, દલા શામજી સહિત ત્રણ શખ્સોએ લાકડી વડે હુમલો કરી મારમાર્યો હતો. જગુ ગઇકાલે વલ્લભ પાંચાના ઘર પાસે ઉભો હોય આ મુદ્દે બોલાચાલી કરી તેના પર હુમલો કર્યો હતો.