એસ્સારની ૧૭૦૦ કરોડ ચૂકવવાની ના

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સરકાર દ્વારા વ્યાજ પેટે માંગવામાં આવેલી રકમ આપી શકીએ તેમ નથી : એમડી લલિતકુમાર ગુપ્તા ગુજરાત સરકાર અને એસ્સાર ઓઈલ લિમિટેડ વચ્ચે ચાલી રહેલા વેચાણવેરા રાહતના વિષય ઉપર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર લલિતકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, કંપનીએ પોતાના વડીનાર પ્લાન્ટ માટે રાજ્ય સરકાર પાસેથી લીધેલ વેચાણવેરા રાહતો પેટેના પૈસા ભરવા તૈયાર છે પરંતુ આ રકમ ઉપર ચઢાવેલું વ્યાજ રૂપિયા ૧૭૦૦ કરોડ તેઓ ભરી શકે તેમ નથી કારણ કે આ વિષે જે તે સમયે થયેલ કરારમાં કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી. મંગળવારે કંપનીના વડીનાર ખાતેના પ્લાન્ટમાં ઓપ્ટીમાયઝેશન પ્રોજેક્ટ પૂરો થવાના પ્રસંગે આવેલા ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે, કંપનીએ રાજ્ય સરકાર સાથે વેટ પેટે ચૂકવવાના ૬૦૦૦ કરોડ રૂપિયા બાબતે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ આવી ગયો છે ત્યારે લંબાણપૂવeક વાટાઘાટો કરી હતી પરંતુ જ્યારે કોઈ નિવેડો ના આવ્યો ત્યારે હાઈકોર્ટની મદદ લેવાઈ છે અને તે અંગે હજી રાહ જોવાઈ રહી છે. પરંતુ એક વાત ચોખ્ખી છે કે અમે અમારી સમજણ પ્રમાણે રાજ્ય સરકારને વ્યાજ પેટે માંગવામાં આવેલ ૧૭૦૦ કરોડ આપી શકીએ તેમ નથી. કારણ કે વેટની સરકાર દ્વારા આપવામાં આવેલ સ્કીમમાં વ્યાજ વિષે કોઈ ઉલ્લેખ કરાયો જ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર સાથે નક્કી થયેલ વેટના મુદ્દાને લઈને કંપનીએ પોતાનું નેટવર્થ ઘટાડીને ૪૦૦૦ કરોડ જેટલું કર્યું છે. આખા મામલાની અસર કંપનીના ભવિષ્યના એક્સ્પાન્શન પ્લાન ઉપર થશે કે નહીં તેવા સવાલના જવાબમાં ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલમાં કંપની આ વિષય ઉપર વિચારી નથી રહી પરંતુ એ હકીકત છે કે આખા મુદ્દાની અસર થાય એ સ્વાભાવિક છે. હાલમાં કંપનીની શેર ઇક્વિટીમાં પ્રમોટર્સનો હિસ્સો નેવું ટકા જેટલો છે પરિણામે વિદેશી રોકાણકારો કંપનીમાં રોકાણ કરવા માંગતા હોય તોપણ શેરના કામકાજમાં તરલતા નહીં હોવાથી તે શક્ય બનતું નથી. આ સંજોગોમાં કંપની નજીકના ભવિષ્યમાં આઈપીઓ લાવશે તેવો નિદeેશ તેમણે આપ્યો હતો. - ખાનગી ઓઇલ કંપનીઓ માર્કેટિંગમોરચે માત ખાઈ રહી છે એક બાજુ જ્યારે ખાનગી પેટ્રોલિયમ કંપનીઓ અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહી છે તો બીજી બાજુ સરકારી તેલ કંપનીઓને સરકાર સબસિડી આપી રહી છે. પરિણામે ખાનગી ક્ષેત્રની કંપનીઓ માર્કેટિંગના મોરચે માત ખાઈ રહી છે. આ સંજોગોમાં વેચાણમાં નવતર પ્રકારનો અભિગમ અપનાવીને ટકી રહેવાનું કંપનીનું આયોજન હોવાનો ઉલ્લેખ કરતા ગુપ્તાએ જણાવ્યું કે નોન ફયુલ સેલનું વેચાણ કરવાની કવાયત પણ હાથધરી છે. જેના ભાગ રૂપે અમૂલ સાથે પંદરથી સત્તર કેન્દ્રો પર સહયોગ કરવામાં આવ્યો છે.