સેમસંગના બોગસ મોબાઇલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કંપનીના સર્વિસ સ્ટેશન સંચાલક દ્વારા ચાલતા - ગેલેકસીથી માંડી ટેબલેટ સુધીના રર સ્માર્ટફોન બનાવ્યાજામનગરમાં સેમસંગ કંપનીના ઓથોરાઇઝડ સર્વિસ સ્ટેશનના માલિક દ્વારા ચાલતા કંપનીના બનાવટી માકૉવાળા મોંઘાદાટ મોબાઇલ બનાવવાના કૌભાંડનો રેન્જ પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે માલીક સહિત બે શખ્સોને રૂ.૪.૮૦ લાખની કિંમતના ૨૨ નંગ મોબાઇલના જથ્થા સાથે પકડી પાડ્યા છે.જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં જયોત ટાવરમાં પ્રથમ માળે આવેલા સેમસંગ કંપનીના ઓથોરાઇઝડ એચ.પી. સર્વિસ સ્ટેશનના માલીક અને કારીગર દ્વારા કંપનીના જ બનાવટી મોબાઇલ બનાવી, બજારમાં વેચવાની પેરવી કરી રહયા હોવાની રાજકોટ રેન્જ પોલીસને બાતમી મળી હતી. જેના પગલે રેન્જ આઇજી પ્રદીપ સિન્હાની સૂચનાથી પીએસઆઇ જાની, હેડ કોન્સ્ટેબલ વશરામભાઇ આહિર, ગીરીરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ રસીકભાઇ પટેલ સહિતના સ્ટાફે ઉપરોકત સ્થળે દરોડો પાડયો હતો. જેમાં સર્વિસ સ્ટેશનમાં રહેલાં કંપનીના તમામ મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા હતાં.પોલીસે કબ્જે કરેલા સેમસંગ કંપનીના ગેલેકસી એસ, એસ-ર, એસ-૩ અને નોટ તથા ટેબલેટ સહિત રર સ્માર્ટફોન બોગસ હોવાનું બહાર આવ્યું હતું. રૂ.૪,૮૦,૦૦૦ની કિંમતના રર મોબાઇલ કબ્જે કરી પોલીસે માલિક રીતેષ જયપ્રકાશ પટેલ અને હિમાંશુ શંભુ પટેલ નામના શખ્સોની ધરપકડ કરી હતી.- આ રીતે બનાવતા મોબાઇલસેમસંગ કંપનીના ઓર્થોરાઇઝ સર્વિસ સ્ટેશન ચલાવતા બન્ને શખ્સો પ્રથમ કંપનીમાંથી મોબાઇલના તમામ સ્પેરપાર્ટસ મંગાવતા હતા. ત્યારબાદ આ પાર્ટસને જોડીને તદ્દન નવો મોબાઇલ બનાવતા હતાં.- ચોરીને આઇએમઇઆઇ નંબર નાખતાસર્વિસ સ્ટેશનમાં સમારકામ અર્થે આવતા ગ્રાહકોના મોબાઇલમાંથી અસલ આઇએમઇઆઇ નંબર મેળવી લઇ, આ નંબરનો બનાવટી મોબાઇલમાં નાખી મોબાઇલ એક્ટીવેટ કરી દેતા હતાં.