વલભીપુરના ગરીબ મેળાની વસ્તુથી એજન્ટો બન્યા અમીર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે મહિ‌ના પૂર્વે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓની તપાસ થાય તો અનેકના પગ નીચે રેલો આવે વલભીપુર શહેરમાં ગરીબ કલ્યાણ મેળામાં પ્રાપ્ત થયેલ ચીજ વસ્તુઓને બારોબાર વેહેંચી દેવાનાં કારોબારનું મસમોટુ કૌભાંડ થયું હોવાની ભારે ચર્ચા જાગી છે. આશરે દોઢ માસ પૂર્વે વલભીપુર શહેર અને તાલુકાનાં ગરીબ લોકોનાં કલ્યાણઅર્થે સરકાર દ્વારા અત્રેનાં હાઈસ્કુલનાં મેદાનમાં રાજય ઉર્જા‍ મંત્રી સૌરભભાઈની ઉપસ્થિતીમાં યોજાયેલ. અને આ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સીવણ સંચા, સાયકલો, સોલાર કુકર અને ઉપીયોગી કીટોની મફત સહાય આપવામાં આવેલ હતી. અને આ ચીજ વસ્તુઓ આપવા પાછળનું કારણ માત્ર ગરીબોને સહાય આપી ઉત્કર્ષ કરવાનો હેતુ છે. પરંતું ગરીબોની ગરીબાઈનો લાભ લેવા માટે શહેરની વિવિધ કચેરીઓમાં સક્રિય તેવા એજન્ટો ગરીબોને ગરીબ કલ્યાણ મેળામાંથી મળતી કિંમતી વસ્તુઓને રોકડા ની લાલચ આપી સસ્તા ભાવે ખરીદી કરી. આ એજન્ટો બહારથી આવતા વેપારીઓને આપી પોતે ગરીબ કરતા વધુ નાંણા રળી લેતા હોય. આવા એજન્ટો હવે ગામડે ગામડે પેટા એજન્ટો મુકી વિશાળ રેકેટ રચ્યું હોવાનું વિશ્વનિય વર્તુળોમાંથી જાણવા મળેલ છે. હજુ બે દિવસ પૂર્વે વલભીપુરના પોલીસ લાઈનથી પશુ દવાખાના વાળા વિસ્તારમાં ભર બપારે એક ટ્રક ભરીને ગરીબ કલ્યાણ મેળામાંથી મળેલ સીલાઈ મશીન, કુકર, સાયકલો સહિ‌તની ચીજ વસ્તુઓનું વહન કરી રવાનાં થઇ હતી. અને આ કૌભાંડ એક નગરસેવકનાં ઈશારે આચરવામાં આવેલ છે. જેને તાલુકા પંચાયત અને નગરપાલીકાનાં અમુક કર્મચારી અને પદાધિકારીનાં છુપા આશિર્વાદ છે.તાલુકા પંચાયત અને નગર પાલીકાનાં સત્તાધીશો દ્વારા તાકીદે પગલા લઇ મેળાનાં લાભાર્થીઓનું લીસ્ટ અને આપવામાં આવેલ વસ્તુની ચકાસણી સ્થળ પર જઈને તાકીદે કરવામાં આવેતો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય તેમ છે. ગેરરીતિ જણાશે તો ચોક્કસ પગલા ભરવામાં આવશે ગરીબ કલ્યાણ મેળાની અપાયેલી સહાય બારોબાર વેચી દેવાતી હોયતેવું મારા ધ્યાન ઉપર આવેલ નથી કારણ કે હું વલભીપુરના ટી.ડી.ઓ.તરીકેનો ચાર્જ મારી પાસે અઠવાડીથી આવેલ હોય મારા ચાર્જ પૂર્વેની બાબાતો મને ખ્યાલ નથી આમ છતા આવી બાબત મારા ધ્યાન ઉપર આવશે તો ચોક્કસ પણે પગલા લેવામાં આવેશે. આર.એચ.ગોહિ‌લ, તાલુકા વિકાસ અધિકારી, ઉમરાળા-વલભી.ચાર્જ