સુ.નગર જિલ્લાના ૩પ૬૬૧ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગત વર્ષે જયારે હાર-જીતનું માર્જીન ઓછું હતું ત્યારે આ ચૂંટણીમાં યુવા મતદારો અગત્યનો ભાગ ભજવશે

સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે દરેક પક્ષના ઉમેદવારો ઉમેદવારોને પોતાની તરફ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આવા સમયે આ ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૩પ,૬૬૧ યુવા મતદારો નોંધાયા છેકે જે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત જ પોતાના મતાધીકારનો ઉપયોગ કરવાના છે. ગત ચૂંટણીમાં જયારે હાર-જીતનું માર્જીન માત્ર ૪૮૩૧ મતોનું હતુ ત્યારે આ ચૂંટણીમાં યુવા મતદારો ઉમેદવારની હાર-જીત માટે નિર્ણાયક સાબીત થશે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહે છે. તા. ૨૮ના રોજ સાંજે ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થઇ જશે. ત્યારે ૨૮મી સાંજ સુધીમાં રાત દિવસ જોયા વગર ઉમેદવારો પોતાના પ્રચારમાં લાગી મતદારોને રીઝવવાના પ્રયાસો કરે છે. આવા સમયે આ લોકસભા ચૂંટણીમાં જેઓ પ્રથમ વાર મતદાન કરવાના છે તેવા યુવા મતદારો સુરેન્દ્રનગર જિલ્લામાં ૩પ,૬૬૧ નોંધાયા છે. જેમાં ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પર સૌથી વધુ ૭પ૮૪ અને વઢવાણ વિધાનસભા બેઠક પર સૌથી ઓછા ૬પ૮૧ યુવા મતદારો નોંધાયા છે. ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરી ભારત દેશના નાગરીક બની પ્રથમ વાર મતદાન કરવા માટે આ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

સુરેન્દ્રનગરની વિવિધ વિધાનસભા બેઠકો મુજબ નોંધાયેલા યુવા મતદારો
વિધાનસભાનું નામ મતદારો દસાડા ૬૬૦૦
લીંબડી ૭પ૮૪
વઢવાણ ૬પ૮૧
ચોટીલા ૭૨૭૧
ધ્રાંગધ્રા ૭૬૨પ