ચોટીલાની મહિ‌લાને આડા સંબંધમાં રહેશી નાંખ્યાનો ધડાકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચોટીલાનાં જ યુવાનનું કારસ્તાન ખૂલ્યું
-
સર્કિટહાઉસ પાછળથી કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી

ચોટીલાનાં નેશનલ હાઇવે પર નવા સર્કિટ હાઉસ સામે બાવળની ગીચ ઝૂંડોમાંથી ૩પ વર્ષની પરિણીતાની અત્યંત કોહવાઇ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં મૃતક મહિ‌લાના પતિએ ચોટીલામં રહેતા દલિત શખ્સે પોતાની પત્નીને માથામાં ઘા મારી હત્યા કરી નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે. આથી ચોટીલા પોલીસે હત્યારા યુવાનને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ચોટીલાના હાઇવે પર સર્કિટ હાઉસ સામે બાવળની ગીચ ઝાડીઓમાંથી ચોટીલામાં રહી ભીક્ષાવૃતિ કરતી ગીતાબેન લાલજીભાઇ સતાપરા ચૂંવાળીયા કોળીનો અત્યંત કોહવાયેલી અને કીડાથી ખદબદતો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે મૃતક મહિ‌લાના પુત્ર જયેશે પોતાની માતાની લાશ પડી હોવાના ખબર પોલીસને આપી હતી. ત્યારે પોલીસે મૃત્યુનું કારણ જાણવામૃતદેહને રાજકોટ ફોરેન્સીક લેબમાં મોકલ્યો હતો. ત્યારબાદ મૃતક ગીતાબેનના પતિ લાલજીભાઈ વશરામભાઈ સતાપરાએ ચોટીલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ મૃતક મહિ‌લાને પાંચ દિવસ પહેલા બાવળના ઝૂંડમાં લઇ જઇ માથાના ભાગમાં કોઇ વસ્તુ મૂળી બોરસદ બાજુનાં તથા હાલ ચોટીલામાં રહેતા કપીલ ઉર્ફે હકુ હરસુરે મારી હત્યા કરી નાસી છૂટયા છે. જ્યારે કપીલ ઉર્ફે હકો હરસુર અવારનવાર મૃતક મહિ‌લા સાથે આડા સંબંધ હોવાથી લઇ જતો હતો.

અગાઉ પણ પોતાની પત્નીને હોઠ ઉપર મારેલ હતું તેમ મૃતકના પતિએ ફરિયાદમાં જણાવ્યું હતું. જ્યારે મૃતક મહિ‌લા તેના પતિ લાલજીભાઈના બીજા પત્ની હતાં. ત્યારે આડા સંબંધોનાં કારણે ગમે તે બન્યુ હોવાથી કપીલે ગીતાબેનની હત્યા કરી છે. આથી ચોટીલા પી.એસ.આઈ. બી.એચ.ઓસાતર, જુવાનસિંહ સોલંકી, બળવંતભાઈ સાપરા, જુવાનસિંહ, ગઠવીભાઈએ આરોપી કપીલને ઝડપી લીધો હતો. જ્યારે પોલીસ હવે આરોપી કપીલ ઉર્ફે હકુની રિમાન્ડની માંગણી કરી શા માટે હત્યા કરી હતી ? તે જાણવા તપાસ શરૂ કરશે. ત્યારે હત્યાનું કારણ આડો સબંધ હોવાથી કે અન્ય કારણોસર થઇ તે અંગે અનેક તર્ક વિતર્કો સર્જા‍યા છે.