નર્મદા કેનાલમાં પડ્યા 10 રોઝ, પાંચ કલાકની જહેમત જૂઓ તસવીરોમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નર્મદા કેનાલમાં ૧૦ રોઝ પડી જતાં દોડધામ
- રાજગઢ અને હરીપર ગામના યુવાનોના સહકારથી ફોરેસ્ટની ટીમે પાંચ કલાકની જહેમત બાદ રોઝને બચાવ્યા

ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે આવેલ નર્મદા કેનાલમાં રોઝ પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન તમામ રોઝ કેનાલમાં કોઇ પડી ગયા હતા.રોઝના કેનાલમાં પડવાના સમાચાર મળતા ફોરેસ્ટની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. રાજગઢ અને હરીપર ગામના યુવાનોના સહકારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ રોઝને નર્મદા કેનાલમાંથી બહાર કાઢી જિંદગી બચાવી લીધી હતી. ધ્રાંગધ્રા પંથકમાં મોટા પ્રમાણમાં રોઝ જોવા મળે છે. ત્યારે રોઝના લીધે ખેડૂતોના પાકને ભારે નુકશાન થાય છે. ત્યારે ગત રાતના રોજ હરીપર ગામ પાસેથી રોઝ પસાર થતા હતા.

ત્યારે કેનાલમાં પાસે પસાર થતા ખેડૂતો રોઝને કેનાલમાં જોઇ જતા આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તાત્કાલીક ઘટનાસ્થળે ફોરેસ્ટ વિભાગના આરએફઓ ડી.પી.ચૂડાસમા, હંસાબેન ચૌહાણ, મોહનભાઇ રબારી, ખુમાનસિંહ ઝાલા, રણજીતસિંહ મોરી સહિ‌તનાઓ ધસી ગયા હતા. અને રોઝને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.

ત્યારે આ રેસ્કયુ ઓપરેશનમાં રાજગઢ અને હરીપર ગામના મુમાભાઇ રબારી, ઘનશ્યામભાઇ ડોડીયા, બળદેવભાઇ, મનસુખભાઇ, ભરતભાઇ, કાળુભાઇ, મહેશભાઇ બાબુભાઇ, રમેશભાઇ સહિ‌તના યુવાનોએ કેનાલમાં પડી પાંચ કલાકની જહેમત બાદ રોઝને બહાર કાઢી જિંદગી બચાવી હતી. ત્યારે બચાવેલ રોઝને હરીપર ગામની સીમમાં છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારે લાંબી મહેનત બાદ રોઝ બહાર નીકળી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો..