પાટડી: રૂપેણ-બનાસનું પાણી આવતાં રણ જળબંબાકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર- રણમાં પાણી ભરાતા સ્થળાંતર કરી રહેલા અગરિયા)

- રણમાં એકપણ અગરિયો ન હોવાથી તંત્રને હાશકારો
- નવરાત્રી સુધી અગરિયો રણમાં મીઠું પકવવા નહી જઇ શકે

પાટડી: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના લીધે રૂપેણ અને બનાસ નદીનું પાણી રણમાં ઠલવાતા રણ સમુદ્રમાં ફેરવાઇ ગયુ છે. બીજી બાજુ હાલમાં રણમાં એકપણ અગરીયો ન હોવાથી તંત્રે હાશકારો અનુભવ્યો છે. રણમાં આવેલા ચીક્કાર પાણીના લીધે આ વર્ષે અગરીયાઓ રણમાં મીઠુ પકવવા નવરાત્રી સુધી તો નહી જ જઇ શકે બીજી બાજુ તંત્ર દ્વારા રણને અડીને આવેલા ગામડાઓને સતર્ક કરાયા છે.

ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ ખાબકતા છલોછલ બનેલી બનાસ અને રૂપેણ નદીના નીર રણમાં ઠલવાતા વેરાન રણ વિસ્તાર જાણે દરીયામાં ફેરવાયો હોવાનો ઘાટ સર્જાયો છે. એક તરફ બનાસનો પ્રવાહ અને બીજી બાજુ અમાસની ભરતી હોવાથી સમુદ્રનું પાણી સામુ ભરાયુ હોવાથી હાલમાં રણમાં પાણીની સપાટી 3 મીટર જેટલી થઇ છે. હાલમાં ખારાઘોઢા અને ઝીંઝુવાડા રણમાં મીઠુ પકવવા એકપણ અગરીયો ગયેલો ન હોવાથી મોટી જાનહાની ટળતા તંત્રે હાશકારો અનુભવ્યો છે. બીજી બાજુ રણમાં આવેલા ચિક્કાર પાણીના કારણે વહેલા મીઠુ પકવવા રણમાં જવા ઇચ્છતા અગરીયા પરિવારો નવરાત્રી સુધી તો નહી જ જઇ શકે તે નક્કી બન્યુ છે.
આગળ વાંચો 100 જેટલા અગરિયા પરિવારોને સલામત સ્થળે ખસેડાયા