તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Various Front BJP President General Secretary Appointed

ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીની વરણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી લોકસભા ચૂંટણી માટે સુરેન્દ્રનગર જિલ્લાનું સંગઠન વધુ મજબૂત બને તે માટે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક કરાઇ છે. જેમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહામંત્રી તરીકે મૃગેશભાઇ રાઠોડ, રજનીભાઇ સંઘાણીની વરણી કરાઇ છે. જ્યારે બક્ષીપંચના મોરચાના પ્રમુખ ખેંગારભાઇ ડોડિયા, મહામંત્રી તરીકે દીપસંગભાઇ ડોડિયા, ઝીણાભાઇ ડેરવાળિયાની નિમણુંક કરાઇ છે. તેમજ કિસાન મોરચાના પ્રમુખ પદે મહાદેવભાઇ પટેલ, મહામંત્રી નાથાભાઇ સંઘાણી, હસુભાઇ ડાભીની વરણી કરાઇ છે.

જ્યારે મહિલા મોરચાના પ્રમુખ ઉર્વશીબેન પંડ્યા, મહામંત્રી સુરેખાબેન સોનારાની નિમણુંક થઇ હતી.આ ઉપરાંત અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રદીપભાઇ અઘારા, મહામંત્રી પી.પી.જાદવ અને કાળુભાઇ રાઠોડ તથા લઘુમતી મોરચાના પ્રમુખ યુસુફભાઇ વારૈયા, મહામંત્રી જહાંગીરખાન મલેક અને રફીકભાઇ ચૌહાણની વરણી કરાઇ છે.